________________
©©©© જ્ઞાનધારા ૭૦ - (૧) જૈન શ્રુત-સાહિત્ય છપાય છે તેમાં મુખ્યત્વે સાધુ-સાધ્વજી મ.સા. દ્વારા સંશોધન કરીને પુસ્તકરૂપે પ્રકાશિત થયાં છે તે પુસ્તકોના પ્રકાશન પોતાના દ્વારા કે સંઘ દ્વારા કરવામાં આવે છે, પરંતુ જે તે સંઘ કે સંસ્થા પાસે વિતરણ વ્યવસ્થાનો વિશેષ અનુભવ કે જાણકારી ન હોય તો ઉત્તમ કક્ષાનું છપાયેલ પુસ્તક પણ યોગ્ય વિતરણના અભાવે સ્ટોકમાં રહે છે અને લોકોને તેની જાણ થતી નથી.
(૨) શ્રમણ-શ્રમણી ભગવંતો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતાં નથી અને તેથી વિશ્વભરમાં જે નૂતન પ્રકાશન થાય તેની પ્રિન્ટેડ નકલની તેઓને જરૂર પડતી હોય છે. તે સંશોધનાત્મક પુસ્તકો મોટી ઈન્સ્ટિટયૂટમાં ઉપલબ્ધ હોય તો ત્યાંથી લાવીને તેનો અભ્યાસ કરવો થોડોક કઠિન પડે છે.
જૈનોના વિવિધ સમુદાય કે ગુરભગવંત પ્રેરિત જ્ઞાનના કાર્યમાં ઘણીબધી સંસ્થાઓ કાર્ય કરી રહી છે. તેઓ ઉપલબ્ધ ટેક્નોલોજી એટલે કે કોમ્યુટર, સ્કેનિંગ, ઈન્ટરનેટ વગેરેનો ઉપયોગ કરીને ખૂબ જ સુંદર કાર્ય જ્ઞાનના ક્ષેત્રમાં કરી રહેલ છે. આ બધાં જ મોટાં ઈન્સ્ટિટયૂટમાં વિશાળ સંખ્યામાં બધાં જ દર્શનોના જુદાજુદા વિષયનાં ઉત્તમ પુસ્તકોનો સંગ્રહ રહેલો છે. તેમ જ ઘણાં જ ઉત્તમ કક્ષાનાં સંશોધનાત્મક પુસ્તકો શબ્દકોશ, જોડણીકોશ કેટલોગ તેમ જ વિશિષ્ટ પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યાં છે. તેઓનાં વહીવટી, આવડત અને નેટવર્કના લીધે તેમના દ્વારા પ્રકાશિત પુસ્તકો ખૂબ જ સુંદર રીતે વિતરણ કરવામાં આવે છે તેમ જ તેઓ દ્વારા વિદ્વાનોને માહિતી તેમ જ પુસ્તકો પણ સંશોધન માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, પરંતુ આ ઈન્સ્ટિટયૂટો પણ પોતાનાં પુસ્તકો જૈન જ્ઞાનભંડારલાઈબ્રેરી કે જૈન વિદ્વાનોને જ પોતાના દ્વારા સંગ્રહિત-પ્રકાશિત પુસ્તકોની માહિતી મોકલે છે. . .
આ બધાં જ ઈન્સ્ટિટયૂટે પોતાની વેબસાઈટ પર પણ જૈન ધર્મવિષયક માહિતી તેમ જ પોતાની સંસ્થા તેમ જ તેઓ દ્વારા પ્રકાશિત બધા જ ગ્રંથોની માહિતી ઓનલાઈન મૂકેલી હોય છે અને ઘણી સંસ્થાઓએ પોતાના દ્વારા પ્રકાશિત બધાં જ ગ્રંથો-પુસ્તકોની પીડીએફ પણ ઓનલાઈન મૂકેલી છે તેથી વિશ્વભરમાં રહેલ દરેક વ્યક્તિ પોતાની રુચિ મુજબનું પુસ્તક ઓનલાઈન મેળવી શકે છે અને જરૂર મુજબ નકલ પણ મગાવી શકે છે. તેના લીધે જૈન સાહિત્યનો ખૂબ જ
- - ૨૨૯ ભાઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org