SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ TOMIC જ્ઞાનધારા COO આગમોત્તર કૃત સાહિત્ય - આગમ ગ્રંથોનું દોહન કરીને પૂર્વાચાર્યો દ્વારા ઘણાંબધાં પ્રકરણ અને સંદર્ભશાસ્ત્રોનું નવસર્જન કરવામાં આવેલ છે. આગમરૂપી માખણનું વલોણું કરીને બધા જ વિષયના પ્રાકૃત-સંસ્કૃત અને વિવિધ ભારતીય ભાષામાં વિપુલ સાહિત્ય સર્જન થયેલ છે. પૂર્વાચાર્યો દ્વારા વિવિધ વિષયના નવસર્જન થયેલ પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથોની આછેરી ઝલક દ્વારા જૈન શ્રતની વિશાળતાનો ખયાલ આવે છે. - (૧) પ્રાથમિક અભ્યાસ માટે - પંચ પ્રતિક્રમણ, જીવવિચાર, આદિ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પ્રાચીન તથા નવ્ય કર્મગ્રંથો. - (૨) તત્ત્વજ્ઞાન જૈન સિદ્ધાંત - ઉમાસ્વાતિજી કૃત તત્ત્વાર્થ સૂત્ર અને તેની વિવિધ ટીકા-ભાષ્ય, શ્રાદ્ધ વિધિ પ્રકરણ, ઉપા. માનવિજયકૃત ધર્મસંગ્રહ, ચંદર્ષિ મહત્તર કૃત પંચ સંગ્રહ, પ્રદ્યુમ્નસૂરિજી કૃત મુલશુદ્ધિપ્રકરણ, જિનચંદ્રસૂરિજી કૃત કર્મ પ્રકૃતિ, હરિભદ્રસૂરિજી કૃત લલિતવિસ્તરા, અષ્ટક પ્રકરણ, ષોડશક, પંચાશક, પ્રશમરતિ વગેરે ગ્રંથો. (૩) ઉપદેશાત્મક - ધર્મદાસ ગણિ વિરચિત ઉપદેશમાળા, લક્ષ્મીવલ્લભગણિત કૃતિ ઉપદેશપ્રસાદ, સંવેગરંગશાળા, નેમીચંદ્રસૂરિકૃત પ્રવચનસારોદ્ધાર, રત્નશખસૂરિકૃત સંબોધસિત્તરિ, મુનિચન્દ્રસૂરિકૃત અધ્યાત્મકલ્પદ્રુમ, ઉપા. યશોવિજયજી કૃત વૈરાગ્ય કલ્પલતા, અધ્યાત્મસાર, જ્ઞાનસાર, વિનયવિજયજી કૃત શાંત સુધારસ વગેરે. (૪) ન્યાય-દાર્શનિક વગેરે - દ્વાદશાર નયચક, સ્યાદ્વાદ મંજરિ, હરિભદ્રસૂરિજી કૃત અનેકાંત જય પતાકા પદર્શન સમુચ્ચય, શાસ્ત્રવાર્તા સમુચ્ચય, સ્યાદ્વાદ રત્નાકર, સન્મતિ તર્ક પ્રકરણ, ઉપા. યશોવિજયજી કૃત સ્યાદ્વાદ રહસ્ય, રત્નાવરતારિકા વગેરે. * * (૫) ચરિત્ર - હેમચંદ્રાચાર્ય વિરચિત ત્રિશષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર, ચઉપૂન મહાપુરુષ ચરિત્ર, પ્રબંધ ચિંતામણિ, સુરસુંદરિ ચરિતમ્ વસુદેવહીંડી, સમરાઈથ્ય કહા વગેરે. (૬) વ્યાકરણ – હેમચન્દ્રાચાર્ય વિચરિત સિદ્ધહેમ વ્યાકરણ તથા સિદ્ધહેમ લઘુવૃત્તિ, મધ્યમવૃત્તિ-બૃહદવૃત્તિ, લઘુન્યાસ, બૃહન્યાસ, પ્રાકૃત વ્યાકરણ વગેરે. * ૨૨૩ - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy