SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ C જ્ઞાનધારા ધ ફાઈન્ડિંગ ઑફ ધ થર્ડ આઇમાં વેરા સ્ટેન્લી એલ્ડર લખે છે કે, થોડાં જ સંશોધનોએ શક્યતા ઊભી કરી દીધી છે કે વિજ્ઞાનની શોધો અને પૂર્વકાળના જ્ઞાની પુરુષોનાં વચનો એકબીજામાં સમાઈ જશે. એ બેમાં જે ફક દેખાય છે તે માત્ર શાબ્દિક અને રજૂઆતનો જ છે. પ્રાકૃતિક જગતનાં રહસ્યોનું જ્ઞાન પ્રાપ્ત કરીને તેના પર માનવીનું પ્રભુત્વ સ્થાપિત કરતી વિજ્ઞાનની નિતનવી શોધખોળથી પ્રભાવિત થઈ આજનો ભણેલોગણેલો ગણાતો માનવી જ્યારે આધ્યાત્મિક જગતથી દૂર ખસી રહ્યો છે, ત્યારે ઉપર્યુક્ત ઉદ્ગારો કોઈનું પણ ધ્યાન ખેંચે એ સહજ છે. કાંઈ પણ બાહ્ય સાધન-સામગ્રી વિના, આત્મશુદ્ધિ દ્વારા પ્રાપ્ત કરેલ જ્ઞાનની આંતરશક્તિના બળે જ, કેવળ વિશ્વકલ્યાણ અર્થે જ્ઞાનીઓએ જગતને જણાવેલાં આવાં અનેક સત્યો સદીઓ પછી, પ્રયોગોથી સિદ્ધ થતી હકીકતોના આધારે આધુનિક વિજ્ઞાનને આખરે સ્વીકારવા પડચાં છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતોની અસ્થિરતા વિશે આજે વૈજ્ઞાનિકો પોતે પણ સજાગ છે. બ્રિટનના પદાર્થ વૈજ્ઞાનિક સર જેમ્સ જીન્સ કહે છે કે આજે અમે આ અનુમાન કરવા પ્રેરાયા છીએ, પરંતુ કોને ખબર છે કે જ્ઞાનની સરિતા આગળ જઈને હજી પણ કેટલા વળાંક લેશે ?આજ સુધીમાં અમે જે કાંઈ કહ્યું છે અને તત્કાળ પૂરતા જે કંઈ નિર્ણય આગળ ધર્યા છે, તે સર્વ અનિશ્ચિત અને સાચું કહીએ તો માત્ર કલ્પનાનું ઉડ્ડયન છે. કવૉન્ટમ થિયરીનો જનક મેક્સ પ્લેઢક કહે છે કે એક કોયડો ઉકેલીએ કે એથીય વધુ ગૂંચવણભર્યો નવો કોયડો સામે આવે છે... ઉત્તુંગ પર્વતના આરોહણમાં, તળેટીઓથી ઉપર ચઢતાં, પર્વતનું પ્રત્યેક શિખર આપણને તેની ઉપરના શિખરનું દર્શન કરાવે છે. તેમ એક અત્યંત રહસ્યમય તત્ત્વ છે કે જે પ્રત્યેક પુરુષાર્થથી વારંવાર પર રહે છે. એડિંગ્ટન જેવા અગ્રગણ્ય વૈજ્ઞાનિક કહે છે કે આ ભૌતિક જગતનું ચેતના સાથે અનુસંધાન ન કરીએ તો તે એક કલ્પના જ બની રહે છે. જતેદહાડે વિજ્ઞાન પોતે જ તત્ત્વજ્ઞાનીઓએ ભાખેલાં સત્યોને વાચા આપશે એવી શક્યતા પશ્ચિમના વિચારકો આજે જોઈ રહ્યા છે. આધ્યાત્મિક ભારતના જ્ઞાની પુરુષો પ્રત્યે અહોભાવ વ્યક્ત કરતાં તેઓ કહે છે કે, વિજ્ઞાન પણ જાણ્યેઅજાણ્યે તત્ત્વજ્ઞાનની છાવણીમાં આવી રહ્યું છે, કારણકે આઈનસ્ટાઈન, પ્લેક, ૨૦૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005605
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2014
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy