________________
વડોદરાનાં જિનાલયો
દેરાસરનો વહીવટ શ્રી ગીરીશભાઈ બી. શાહ દ્વારા કરવામાં આવે છે. આ જિનાલયનો સમય સંવત ૨૦૪૭નો છે.
(૬૫) શ્રી મહાવીરસ્વામી જિનાલય (સંવત ૨૦૪૯)
રાજસ્થંભ સોસાયટી, મોતીબાગ. પોલો ગ્રાઉન્ડ, બગીખાના, બરોડા સ્કુલની પાછળ, રાજસ્થંભ સોસાયટીના નાકે, એક માળનું નુતન જિનાલય આવેલું છે.
દેરાસરમાં પ્રવેશ કરતાં આરસનો ઓટલો છે. ત્રણ પ્રવેશદ્વારમાંથી પ્રવેશતાં આરસના તળભાગવાળો રંગમંડપ છે જેમાં તોરણવાળા ગોખમાં શ્રી માતંગ યક્ષ અને શ્રી સિદ્ધાયિકા દેવીની મૂર્તિઓ છે.
રંગમંડપમાં નીચે મુજબનું લખાણ છે
“શંખેશ્વર પાર્શ્વનાથાય નમ : મહાવીરસ્વામીને નમ : ઉવસગ્ગહર પાર્શ્વનાથાય નમ: શ્રી આત્મ - કમલ - લબ્ધિ - જયંત - વિક્રમ - નવીન - રાજયશ ગુરુવરેભ્યો નમ: શ્રી વડોદરા મોતીબાગ રાજસ્થંભ સોસાયટીમાં શ્રી મોતીબાગ જૈન સંઘે પૂ. દાદા ગુરુવર વિક્રમસૂરિજી મ. સા. પટ્ટાલંકાર જીર્ણોદ્ધારકના પુરસ્કર્તા રાજયશસૂરી મ. સા. ની ઉપસ્થિતિમાં ૪૫ દિવસમાં જિનમંદિરનું ખનન મુહૂર્ત, શિલાન્યાસ, અંજનશલાકા, પ્રતિષ્ઠા, ધ્વજાદંડ રોપ, કળશારોહણ મહોત્સવ કર્યો છે. પૂ. આ. દેવની નિશ્રામાં અષ્ટોતરી સ્નાત્ર, ભવ્ય રથયાત્રા અને નવકારશી જમણપૂર્વક મહોત્સવ કર્યો છે. પૂ. મુનિ ભગવંતો અને સાધ્વી સર્વોદયા શ્રી મ. સા.ના વિશાળ સમુદાય સાથે હાજર હતા. પ્રભુજીના જિનબિંબો અમારી શ્રદ્ધાની શુદ્ધિ કરે અને પ્રતિષ્ઠાથી સંઘમાં, ગામ, નગર, વિશ્વમાં સહુનું કલ્યાણ થાઓ.
૨૦૪૯ જેઠ વદ ૧૦ સોમવાર.”
આરસના પબાસન પર મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની ૩૧" ની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની ડાબી તરફ શ્રી વાસુપૂજયસ્વામી ભગવાન અને જમણી તરફ શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. ત્રણેય ભગવાન ઉપર નાના-નાના શિખર અને ધ્વજા છે. અહીં કુલ ૫ પાષાણ પ્રતિમાઓ અને ૬ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. ભોંયરામાં આરસની ઓટલી પર મનને હરી લે તેવી શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ પ્રાપ્ત થાય છે.
મોતીબાગ જિનાલયે વિ. સં. ૨૦૪૯ જેઠ કૃષ્ણ નવમી તિથૌ શનિવારે શ્રી લબ્લિવિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત પૂ. આ. રાજયશસૂરીશ્વરેણ પ્રતિષ્ઠિત માતા દમયંતી પિતા સુરેશચંદ્ર શાહય ધર્મભાવ વૃધ્યર્થે સુપુત્ર રૂપેન, રશ્મિ, પુત્રવધૌ જૈની, નિશા પૌત્ર અભિષેક પૌત્રી