________________
વડોદરાનાં જિનાલયો
૭૯
“સંવત ૧૫૨૮ વર્ષે માઘ સુદી પાંચમને રવિવાર સા. ભાર્યા સીતાબાઈ......”
દેરાસરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૪૮માં આચાર્ય શ્રી જિનેન્દ્રસૂરી મહારાજની નિશ્રામાં શ્રી પ્રવીણચંદ્ર નાથાલાલ દલાલના હસ્તે કરવામાં આવેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ માગશર વદ ૩ના રોજ આવે છે. તે નિમિત્તે સ્નાત્ર ભણાવાય છે અને પેંડાની પ્રભાવના થાય છે.
દેરાસરનો વહીવટ શ્રી પ્રવીણચંદ્ર નાથાલાલ દલાલ હસ્તક છે. આ જિનાલયનો સમય સંવત ૨૦૪૮નો છે.
(દર) શ્રી કુંથુનાથસ્વામી જિનાલય (સંવત ૨૦૫૧)
શ્રી સુઘનલક્ષ્મી જૈન સોસાયટી, સુભાનપુરા. સુભાનપુરામાં હાઈટેન્શન રોડ પર, વિમળનાથ કોમ્પલેક્ષ, સુધનલક્ષ્મી જૈન સોસાયટીમાં ઘુમ્મટબંધી દેરાસર આવેલું છે.
રંગમંડપમાં ગોખમાં શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા બિરાજમાન છે. ગભારામાં મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનની પરિકરયુકત ૩૧" ની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા બોડેલીથી લાવવામાં આવેલ છે. આ પ્રતિમા વીરસંવત ૨૧૯૫ ની છે. અહીં કુલ ૬ પાષાણ પ્રતિમાઓ અને ૬ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
દેરાસરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૫૧માં આચાર્ય શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શ્રી આશાભાઈ સોમાભાઈ પટેલના હસ્તે થયેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૩ના રોજ આવે છે. તે નિમિત્તે ચઢાવો બોલી ધ્વજારોપણ થાય છે તેમજ શ્રી સિદ્ધચક્ર પૂજન ભણાવાય છે, જમણવાર થાય છે.
દેરાસરનો વહીવટ શ્રી કુંથુનાથસ્વામી જૈન દેરાસર ટ્રસ્ટ હસ્તક છે. દેરાસરના ટ્રસ્ટી શ્રી વિનુભાઈ શાહ, શ્રી શશિકાન્ત શાહ છે.
આ જિનાલયનો સમય સંવત ૨૦૫૧નો છે.
(૬૩) શ્રી વાસુપૂજયસ્વામી ગૃહચૈત્ય (સંવત ૨૦૪૧)
મેહુલ સોસાયટી નં- ૨, સુભાનપુરા. સુભાનપુરામાં અંધશાળા સામે, મેહુલ સોસાયટી નં-રમાં એક માળનું દેરાસર આવેલ છે. બાજુમાં ઉપાશ્રય છે.