SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો સુકૃત્યો કરવા પૂર્વક ભારે ઉત્સાહ ઉમંગ વચ્ચે થયેલ છે. આ પ્રસંગ પૂ. પં. શ્રી હ્રીં કાર ચંદ્ર વિ. ૫. શ્રી સ્થૂલિભદ્ર વિ. ૫. શ્રી પુષ્પચંદ્ર વિ. ૫. શ્રી સોમચંદ્ર વિ. પ્રવર્તક મુનિ શ્રી કલ્યાણચંદ્ર વિ. ૫. શ્રી કુશલચંદ્ર વિ. મ. આદિ ચતુર્વિધ શ્રી સંઘની ઉપસ્થિતિમાં થયેલ છે. અંજનશલાકા શુભદિન વિ. સં. ૨૦૫૧ વી. સં. ૨૫૨૧ નેમી સે. ૪૬ વર્ષે મહા સુદ - ૫ ના તા. ૪-૨-૧૯૯૫ શનિવાર, પ્રભુપ્રતિષ્ઠા. મહા સુદ ૬ તા. ૫-૨-૧૯૯૫ રવિવાર શુભ મુહૂર્તે શુભ નવમાંશે કરવામાં આવી છે. શ્રીરહુ શુભ ભવતુ, શ્રી શ્રમણ સંઘસ્ય.” ચાંદીની ઝીણી કોતરણીવાળા ત્રણ ગર્ભદ્વારવાળા ગભારા મધ્યે મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ૫૧" ની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની ડાબી તરફ શ્રી મહાવીરસ્વામી અને જમણી તરફ શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમાઓ બિરાજમાન છે. બંને પ્રતિમા પર લેખનો સંવત ૨૦૫૧ છે. દેરાસરમાં કુલ ૫ પાષાણ પ્રતિમાઓ અને ૮ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ પ્રાપ્ત થાય છે. ૐ હ્રીં અહં નમ : સ્વસ્તિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનબિંબ વટપદ્ર (વડોદરા) નિવાસી શ્રેષ્ઠિશ્રી ચીમનલાલ સુત રમેશચંદ્ર ધર્મપન્યા તથા ઉમેટા નિવાસી શ્રેષ્ઠિશ્રી સુરજમલ કેસરીસંગ સુપુત્રી નયનાબેન શ્રાવિયા પુત્ર સંદીપભાઈ પુત્રવધુ બીનાબેન પૌત્ર અચલ, અમન પુત્રી દીપ્તિબેન સુનિલકુમાર, અનુપમાબેન ભરતકુમાર પ્રમુખ પરિવાર પુતયા સ્વશ્રેયસે વડોદરા નગરે શ્રી અલકાપુરી સંઘ કારિતજિનચૈત્ય મૂળનાયક પ્રત્યેન સંસ્થાપનાર્થ કા. પ્ર. ચ. શાસન સમ્રાટ શ્રી કદમ્બગિરિ પ્રમુખાનેક તિર્થોદ્ધારક વેદયુગિન યુગપ્રધાન કલ્પ તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વર પટ્ટ ગિરિવરો પરી નવીન ટૂંક પ્રતિષ્ઠાકારકાચાર્ય આચાર્ય શ્રી કસ્તૂરસૂરીશ્વરજી પટ્ટ શ્રી શંત્રુજય તીર્થે સમવસરણ મહામંદિર પ્રતિષ્ઠાકારકાચાર્ય શ્રી વિજયચંદ્રોદયસૂરીભિઃ શ્રી સૂરીમંત્ર સમારાધનાચાર્ય શ્રી વિજયઅશોકચંદ્રસૂરીભિઃ પં. હીમકારચંદ્ર વિ. પં. સ્થૂલિભદ્ર ભિઃ પં. પુષ્પચંદ્ર વિ. પં. સોમચંદ્ર વિ. પ્રવર્તક મુનિ કલ્યાણચંદ્ર વિ. પ્ર. ૫. મુનિ કુશલચંદ્ર વિ. સાધુ સાધ્વી પરિવાર યુઃ શ્રી શંત્રુજય તીર્થાવલી પંચદશ. સહસજિન બિંબાઇ પ્રકાશ પુત્રા મહોત્સવ પ્રવર્તીત વિ. સં. ૨૦૫૧ વિ. સં. ૨૫૨૧ નેમી સં. ૪૬ વર્ષે મહા શુકલ પંચમ્યા શનિવારે મુનિ શ્રી રવિચંદ્ર વિજયોપદેશન અલકાપુરી જૈન શ્રી સંઘ કારીતાંજન શલાકા મહોત્સવે શ્રી શંખેશ્વર પાર્થ જિન ચૈત્ય મુનિ વિદ્યાધરવિજયેન શ્રી રતુ શુભ ભવતું.” દેરાસરમાં ભોંયરામાં એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ૧૦૮" ની શ્યામવર્ણની કાઉસગ્ગ મુદ્રામાં પ્રતિમા બિરાજમાન છે. અહીં ૩ પ્રતિમાઓ કાઉસગ્ગ મુદ્રામાં બિરાજમાન છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy