________________
વડોદરાનાં જિનાલયો ૨૦૫૧માં મહા સુદ ૬ ને તા. ૧૪-૨-૧૯૯૫ રવિવારે આ. શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શિખરબંધી જિનાલયમાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી. નયનાબેન રમેશચંદ્ર શાહે ઉત્સાહ ભેર પ્રતિષ્ઠાનો લાભ લીધો.
હાલ પણ જિનાલયમાં કામ ચાલુ છે. વિશાળ જગ્યામાં જિનાલય અને બાજુમાં ઉપાશ્રય બાંધવામાં આવેલ છે. દેરાસરમાં ભોયરું પણ છે. દેરાસર ઉંચાણ ઉપર છે. તેની આગળના ભાગમાં મોટો ચોક છે. પ્રવેશચોકીમાં થાંભલાઓ પર શિલ્પાકૃતિઓ અને કોતરણી છે.
વિશાળ કદના રંગમંડપમાં ત્રણ પ્રવેશદ્વાર છે. આજુબાજુ બીજાં બે દ્વાર છે. જમણી બાજુ દિવાલ પર શ્રી ગિરનાર તીર્થ અને શ્રી શત્રુંજય તીર્થના પટની કોતરણી કરેલ છે. ડાબી બાજુ દિવાલ પર શ્રી સમેતશિખર તીર્થ અને શ્રી અષ્ટાપદ તીર્થના પટની કોતરણી કરેલ છે. ગર્ભદ્વાર પાસે જમણી બાજુ ગોખમાં શ્રી પુંડરિકસ્વામી અને ડાબી બાજુ શ્રી ગૌતમસ્વામી ગણધરની પાષાણની પ્રતિમા બિરાજમાન છે. રંગમંડપમાં નીચે મુજબનો લેખ વાંચવા મળેલ છે.
“શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમ : શ્રી નાગેશ્વર પાર્શ્વનાથાય નમ :
શ્રી ગૌતમસ્વામીને નમ : પરમોપાસ્ય શ્રી વિજય નેમિ - વિજ્ઞાન - કસ્તૂરસૂરીશ્વરેભ્યો નમ : પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રશસ્તિ
વડોદરા અલકાપુરી જૈન શ્વે. મૂર્તિપૂજક શ્રી સંઘે પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતનો શિખરબંધ નૂતન જિન પ્રાસાદ અલકાપુરી - વડોદરાના શ્રી સંઘો તથા મહાનુભાવોનો સુંદર સહકાર મળતાં તૈયાર કરવામાં આવ્યો છે. નયનરમ્ય આ પ્રાસાદમાં સપરિકર કલિકાલ કલ્પતરુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન, શ્રી મુનિસુવ્રતસ્વામી, શ્રી શાંતિનાથજી, શ્રી મહાવીરસ્વામીજી, શ્રી આદીશ્વર ભ. તથા શ્રી ગૌતમસ્વામીજી તથા શ્રી પુંડરિકસ્વામીજી ભૂમિગૃહ (ભોંયરામાં) કાઉસગ્ગ મુદ્રાવાળા શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભ. શ્રી આશાપૂરણ પાર્શ્વનાથજી, શ્રી જીરાઉલા પાર્શ્વનાથજી રંગમંડપમાં શ્રી પદ્માવતી દેવી, શ્રી ચક્રેશ્વરી દેવી વગેરે ભવ્યાતિભવ્ય મનોહર મૂર્તિઓની અંજનશલાકા, પ્રાણપ્રતિષ્ઠા કરાવવામાં આવી છે.
આ મહોત્સવ પ. પૂ. શાસન સમ્રાટ અનેક તીર્થોદ્ધારક તથા ગચ્છાધિપતિ આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર વાત્સલ્યવારિધિ પ. પૂ. આ. શ્રી વિજય વિજ્ઞાનસૂરીશ્વરજી મ.ના પટ્ટધર સિદ્ધાંત મહોદધિ પ. પૂ. આ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી મ. સા. તથા તેઓશ્રીના ગુરુબંધુ સૂરિમંત્ર તમારાધક પ. પૂ. આ. વિજય અશોકચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની પાવન નિશ્રામાં તેઓશ્રીના વરદ હસ્તે પૂ. મુનિ શ્રી વિદ્યાધરવિજયજી મ. તથા મુનિ શ્રી રવિચંદ્ર વિજયજી મ.ના સદુપદેશ પ્રભુજીના પંચકલ્યાણકની ભવ્ય ઉજવણી, ૪૧ છોડનું ઉજમણું, શ્રી બ્રહઝૂંદ્યાવર્ત પૂજન, શ્રી બૃહદ શાંતિ સ્નાત્રાદિ પ્રત્યેક મંગલવિધાનો પૂર્વક ૧૦ દિવસના સ્વામી વાત્સલ્યો, સાધર્મિક ભકિત, જીવદયા, અનુકંપાદિના