________________
વડોદરાનાં જિનાલયો
૭૫ છે. અહીં કુલ ૬ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. ભગવાનની પાછળ રંગીન ઘુમ્મટ બનાવ્યા છે. ઇન્દ્ર-ઇન્દ્રાણીને નમન કરતાં ચિત્રિત કર્યા છે. શ્રી શત્રુંજય તીર્થનો કાપડ પર ચિતરેલો પટ મઢીને મૂકવામાં આવ્યો છે.
દેરાસરનું નિર્માણ વર્ષ વિ. સં. ૨૦૩૫ છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૬ છે. તે નિમિત્તે ધ્વજારોપણ થાય છે. તેમજ અઢાર અભિષેક થાય છે.
દેરાસરનો વહીવટ મકાન માલિક શ્રી ડાહ્યાભાઈ હિંમતલાલ શાહ હસ્તક છે. આ જિનાલયનો સમય સંવત ૨૦૩૫નો છે.
(૫૯) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ગૃહ ચૈત્ય (સંવત ૨૦૪૦)
મહાબલીપુરમ, તાંદલજા રોડ. જુના પાદરા રોડ, તાંદલજા રોડ પર બેસીલ સ્કુલની બાજુમાં મહાબલીપુરમ વિસ્તારમાં આ ઘરદેરાસર આવેલું છે.
આરસની ઓટલી પર મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ૨૧" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૧ પાષાણ પ્રતિમા અને ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. શ્રી શત્રુંજય તીર્થનો ૧ પટ પણ છે.
સંવત ૨૦૪૦માં પ્રતિમાજી અત્રે ચલપ્રતિષ્ઠિત કરવામાં આવેલ છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ શ્રાવણ વદ ૬ના શુભ દિવસે આવે છે.
દેરાસરનો વહીવટ શ્રી મહાબલીપુરમ જૈન સંઘ હસ્તક છે. દેરાસરનાં ટ્રસ્ટી હીરાભાઈ એચ. શાહ, ડાહ્યાભાઈ શાહ, વર્ધમાનભાઈ શાહ છે.
આ જિનાલયનો સમય સંવત ૨૦૪૦નો છે.
(૬૦) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય (સંવત ૨૦૫૧)
૪એ, શ્રીનગર સોસાયટી, અકોટા સ્ટેડિયમ નજીક
અલકાપુરી વિસ્તારમાં શ્રીનગર સોસાયટીમાં, ૪/એ નંબરના પ્લોટમાં શિખરયુક્ત જિનાલય આવેલું છે.
પૂર્વે અલકાપુરી વિસ્તારમાં (સં. ૨૦૩૦ સુધી) માત્ર એક જ ઘરદેરાસર હતું. ત્યારબાદ જૈનોની વસ્તી વધતાં જૈન સંઘે એક શિખરબંધી જિનાલય બંધાવવાનું નક્કી કર્યું. તે માટે શ્રીનગર સોસાયટીમાં એ નંબરના પ્લોટની જમીન ખરીદી જિનાલય બંધાવવાનું શરૂ કર્યું. સં.