SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ૬૭ (૪૯) શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય (સંવત ૨૦૪૦) પ્રતાપકુંજ સોસાયટીના નાકે, કારેલી બાગ. કારેલી બાગ, આત્મારામ રોડ ૫૨, પ્રતાપકુંજ સોસાયટીના નાકે બે માળનું શિખરયુકત જિનાલય આવેલું છે. દેરાસરમાં મુખ્ય માર્ગ પરથી અને સોસાયટીમાંથી બે બાજુથી પ્રવેશ થઈ શકે છે. દેરાસરની ફરતે ઊંચી દિવાલ બનાવેલ છે તે કળશ અને દેરીઓવાળી છે. દ્વારશાખ આરસના ઊંચા તોરણોવાળી છે. મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશ કરતાં ડાબી બાજુ દેવકુલિકામાં શ્રી લક્ષ્મી દેવી, શ્રી પદ્માવતી દેવી તથા શ્રી અંબિકાદેવીની સુંદર મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે. દેવીઓની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૪૭માં થઈ છે. જમણી બાજુ દેવકુલિકામાં શ્રી નાકોડા ભૈરવનાથ, શ્રી માણિભદ્રવીર તથા શ્રી ઘંટાકર્ણવીરની મૂર્તિઓ છે. આ તમામની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૫૩માં કરવામાં આવી છે. બાજુમાં કાચના બારણાવાળા ગોખમાં ગોળ કમળની રચના કરીને શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા. ની મૂર્તિ વિ. સં. ૨૦૫૩માં પ્રતિષ્ઠિત કરેલ છે. દેરાસરને કાષ્ઠનાં ત્રણ પ્રવેશદ્વાર છે. રંગમંડપમાં પ્રવેશ કરતાં ગોખમાં શ્રી પુંડરીક ગણધર તથા શ્રી ગૌતમ ગણધરની પ્રતિમાઓ બિરાજમાન છે. આગળ જતાં શ્રી શત્રુંજય તીર્થ અને શ્રી ગિરનાર તીર્થના પટ દિવાલ ઉપર પત્થરમાં ઉપસાવેલાં છે. એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની ૨૫" ની શ્યામ વર્ણની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની ડાબી તરફ શ્રી નમીનાથ ભગવાનની ૨૧" ની અને જમણી તરફ શ્રી મહાવીરસ્વામીની ૨૧" ની પ્રતિમા બિરાજમાન છે. ભગવાનની પાછળ ફૂલવેલ અને ભિકત કરતાં ઇન્દ્રોની પ્રતિકૃતિ ચાંદીના પતરાના પટમાં આલેખાયેલી છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ પ્રાપ્ત થાય છે. “શ્રી મુનિસુવ્રતસ્વામી જિનેન્દ્રાય નમઃ પૂજયપાદ મહાપ્રભાવક આચાર્ય ભગવન્તઃ શ્રી વિજયમોહનસૂરીશ્વરજી સાહેબ પૂજયપાદ ધર્મપ્રભાવક ધર્મસૂરીશ્વરજી મ. સા. ની પરમ કૃપા અને પાવન પ્રેરણા તથા સાહિત્ય કલારત્ન આચાર્ય શ્રીમદ્ વિજય યશોદેવસૂરીશ્વરજી મ. સા. પ. પૂ. શતાવધાની આ. શ્રીમદ્ વિજયજયાનન્દસૂરીશ્વરજી મહારાજ સાહેબ પ. પૂ. પ્રવચનવિશારદ આચાર્ય શ્રી વિજયકનકસૂરીશ્વરજી મ. સા.ના મંગલ આર્શિવાદથી પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રી મહાનન્દ્રવિજયજી મ. પૂ. મુનિરાજ મહાપદ્મવિજયજી મ. પૂ. બાલમુનિરાજ શ્રી રાજરત્નવિજયજી મ. પૂ. મુનિરાજ શ્રી કલાપૂર્ણવિજયજી મ. પૂ. બાલમુનિમહાધર્મ વિજયજી મ. પૂ. મુનિરાજમહાભદ્રવિજયજી તથા પૂ. નંદનવિજયજી આદિ વિશાળ સાધુ-સાધ્વીજીઓના સમુદાયની પાવનકારી શુભનિશ્રામાં વિ. સં. ૨૦૪૨ વીર સંવત ૨૫૧૨ ફાગણ સુદ-૨ બુધવારના શુભ મુહૂર્તે શ્રી મુનિસુવ્રતસ્વામી પરિકર
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy