________________
૬૪
વડોદરાનાં જિનાલયો
(૪૫) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય (સંવત ૨૦૪૦)
ચંદ્રલોક સોસાયટીની બાજુમાં, માંજલપુર. માંજલપુરમાં ચંદ્રલોક સોસાયટીની બાજુમાં વિશાળ જગ્યા ધરાવતું ત્રણ માળનું ત્રણ શિખર ધરાવતું દેરાસર આવેલું છે.
ભોંયતળીયે રંગમંડપમાં ગોખલામાં આચાર્ય શ્રી સુગરસૂરીશ્વરજી, આચાર્ય શ્રી વલ્લભસૂરીશ્વરજી અને આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ. સા. ની પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવી છે. અલગ ગભારામાં શ્રી પદ્માવતી દેવીની ૬૧" ની મૂર્તિ છે. ૫ ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ૨૧" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૧૫ પાષાણ પ્રતિમાઓ બિરાજમાન છે.
દેરાસરના ભોંયરામાં મૂળનાયક શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની ૨૧”ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ બિરાજમાન છે.
દેરાસરના પહેલે માળે ત્રણ શિખરમાં મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામી બિરાજમાન છે. અહીં કુલ ૯ પાષાણ પ્રતિમાઓ બિરાજમાન છે. દેરાસરમાં કુલ ૯ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
સંવત ૨૦૪૦માં શ્રી ચંદુલાલ પ્રભુલાલ શાહ પરિવારે આ દેરાસર બંધાવેલ. મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠા તા. ૨૩-૧-૮૪ના રોજ થઈ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ પોષ વદ ૬ છે.
દેરાસરનો વહીવટ શ્રી લાલબાગ જૈન સંઘ કરી રહ્યો છે. દેરાસરના ટ્રસ્ટી શ્રી સુભાષભાઈ શાહ, કિરીટકુમાર શાહ, શ્રી હંસકુમાર ઝવેરી છે.
આ જિનાલયનો સમય સંવત ૨૦૪૦નો છે.
(૪૬) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલય (સંવત ૨૦૪૬)
રાધા કૃષ્ણ સોસાયટી, રીફાઈનરી રોડ, ગોરવા. રીફાઈનરી રોડ, ગોરવા, રાધા કૃષ્ણ સોસાયટીમાં સહયોગ સોસાયટીની સામે પહેલે માળે શિખરયુકત દેરાસર આવેલું છે.
આરસની શિખરબંધ છત્રીમાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ૧૯" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ અને ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
શ્રી ભકિતવર્ધક શ્વેતાંબર મૂર્તિપૂજક જૈને ચૈત્ય સમિતિ, ગોરવાના સહયોગથી નિર્માણ પામેલ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ચલ પ્રતિષ્ઠા પ. પૂ. આ. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ.