________________
વડોદરાનાં જિનાલયો
છે. ગભારાની રચના નથી પરંતુ બે ભાગમાં શિખરબંધી દેરી જેવી રચના કરેલી છે.
શિખરબંધી દેરીમાં મૂળનાયક શ્રી વિમળનાથ ભગવાનની ૧૫" ની પ્રતિમા બિરાજમાન છે. અન્ય ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની જમણી બાજુ શિખરબંધી દેરીમાં શ્રી મહાકાલી માતા અને શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ છે. દેરાસરની બાજુમાં ઉપાશ્રય તથા ઑફિસ આવેલી છે. તેની બાજુમાં અતિથિગૃહ છે. અહીં દિવાલ પર એક શિલાલેખ પ્રાપ્ત થાય છે જે નીચે મુજબ છે,
૫૭
“શ્રી કચ્છી દશા ઓશવાલ જૈન સમાજ વડોદરા દ્વારા નિર્મિત ગૃહમંદિરમાં બિરાજમાન શ્રી વિમળનાથ પ્રભુજીની પ્રતિષ્ઠા રાષ્ટ્રસંઘ કચ્છ કેસરી અચલ ગચ્છાધિપતિ પરમપૂજય આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા.ની દિવ્ય કૃપાથી તપસ્વીરત્ન અચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણોદયસાગરસૂરીશ્વર મ. સા.ના શુભાશીષે એવં વિજયસામ્રાજયે તેઓશ્રીના આજ્ઞાવર્તીની સુસાધ્વી શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા. ની શિષ્યા સુસાધ્વી શ્રી કુમુદકિરણાશ્રીજી મ. સા. આદિ ઠાણાની શુભ નિશ્રામાં સંવત ૨૦૫૦ કારતક વદ ૧૩ શુક્રવારના પાવન દિવસે શુભ મુહૂર્તે યતિવર્ય શ્રી મોતીસાગરજી મ. સા. દ્વારા કરાયેલ વિધિ-વિધાનો પૂર્વક સંઘની ઉપસ્થિતિમાં હર્ષોલ્લાસ સહ સંપન્ન થઈ છે.''
દેરાસરની વર્ષગાંઠ તિથિ કારતક વદ ૧૩ છે. તે નિમિત્તે ચાવો બોલી ધ્વજારોપણ કરવામાં આવે છે. તેમજ સત્તરભેદી પૂજા, અઢાર અભિષેક, પ્રભાવના તથા સાધર્મિક ભક્તિ થાય છે.
દેરાસરનો વહીવટ શ્રી કચ્છી દશા ઓશવાલ જૈન સમાજના ટ્રસ્ટી શ્રી ઠાકરશી પદમશી પનપરિયા અને શ્રી શાંતિલાલ કલ્યાણજી લોડાયા કરી રહ્યા છે.
આ જિનાલયનો સયમ સં. ૨૦૫૦નો છે.
(૩૭) શ્રી શીતળનાથ જિનાલય (સં. ૨૦૪૫) ૪૭, પારસ સોસાયટી,
આર. ટી. ઓ. ઑફિસ પાસે, વારસિયા રોડ.
વારસિયા રોડ પર આર. ટી. ઓ. ઑફિસ પાસે પારસ સોસાયટીમાં ૪૭ નંબરમાં પહેલે માળે ઘુમ્મટબંધી દેરાસર આવેલ છે. નીચે ઉપાશ્રય છે.
ત્રણ પ્રવેશદ્વારમાંથી પ્રવેશી રંગમંડપમાં પ્રવેશવાના દ્વાર પાસે દિવાલ ઉપર એક લેખ છે જે નીચે મુજબ છે.
“આ મંદિરનું નવનિર્માણ પ. પૂ. આ. કેસરસૂરીશ્વરજીના સમુદાયના પૂ. આ. શ્રી