________________
૫૨.
વડોદરાનાં જિનાલયો (૩૨) શ્રી સુમતિનાથ જિન પ્રાસાદ (સંવત ૨૦૫૧).
શાંતિપાર્ક, સિંધવાઈ માતા રોડ, આયુર્વેદિક હોસ્પિટલ પાસે. સિંધવાઈ માતા રોડ પર આયુર્વેદિક હૉસ્પિટલ નજીક શાંતિપાર્કમાં શિખરયુક્ત દેરાસર આવેલ છે.
મોટા કમ્પાઉંડવાળા આ દેરાસરના પ્રવેશદ્વાર પાસે દેરીમાં શ્રી માણિભદ્રવીર અને શ્રી નાકોડા ભૈરવનાથની મૂર્તિ છે. આ ઉપરાંત દેવકુલિકામાં શ્રી ઘંટાકર્ણવીર અને શ્રી પદ્માવતી દેવીની મૂર્તિઓ પણ બિરાજમાન છે.
દેરાસરના રંગમંડપમાં ગોખમાં શ્રી ગૌતમસ્વામી અને શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા. ની આરસની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે. વળી બે કાઉસગ્ગીયા પ્રતિમા જેમાં જમણી બાજુ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ અને ડાબી બાજુ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ બિરાજે છે.
મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનની ૩૧" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૧૧ પાષાણ પ્રતિમાઓ અને ૬ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
દેરાસરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૫૧માં આચાર્ય શ્રી ચંદ્રોદયસૂરીશ્વરજી તથા શ્રી અશોકચંદ્રસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં શ્રી કીર્તિકુમાર મણિલાલ વોરા પરિવાર દ્વારા કરવામાં આવી છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૧૦ છે. તે નિમિત્તે અઢાર અભિષેક અને શ્રી સંઘજમણ થાય છે.
દેરાસરનો વહીવટ ટ્રસ્ટી શ્રી ચંદ્રકાન્તભાઈ ડગલી, મહેન્દ્રભાઈ શાહ અને ભાઈલાલ શાહ હસ્તક છે.
આ જિનાલયનો સમય સંવત ૨૦૫૧નો છે.
(૩૩) શ્રી શાંતિનાથ ગૃહ ચૈત્ય (સં. ૨૦૩૦)
૨૦, ગૌતમનગર, જી. ઈ. બી. પાસે, રેસકોર્સ સર્કલ. રેસકોર્સ સર્કલ પર જી. ઈ. બી. પાસે , ગૌતમનગરના ૨૦ નંબરના બંગલામાં ઘુમ્મટબંધી ઘરદેરાસર આવેલ છે.
બંગલાના મધ્યમ કદના એક ચોરસ ઓરડામાં પ્રસ્તુત દેરાસર બનાવેલ છે. નાના એવા ગભારામાં પબાસન ઉપર મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૧૧" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૬ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. બાજુમાં બે ઊભા ગોખ પૈકી એકમાં શ્રી પદ્માવતી