SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ કોતરવામાં આવ્યો છે. “સ્વસ્તિ શ્રી પાર્શ્વનાથ બિંબે શાસન સમ્રાટ વિજયનેમિ, વિજ્ઞાન, કસ્તૂર, ચંદ્રોદયસૂરી, શિષ્ય ગણિ, પ્રમોદચંદ્રગણિ, વિજયોપદેશેન રંઘીલા વાસ્તવ્ય ભાવજીભાઈ સૂત જંયતિલાલ શ્રેયસે તત્પત્ની જયકુંવર શ્રાવિકયા પુત્ર અશોકભાઈ, પ્રવીણભાઈ યુતયા પ્ર. તપા. આ. શ્રી વિજયપ્રતાપસૂરિ, ધર્મસૂરીજ્યા, મુ. યશોવિજય જયાનન્તવિજય.” ૫૧ શિલાલેખ :- શાસન સમ્રાટ જૈન દેરાસર પેઢી નિર્મિત શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ નૂતન જિનમંદિર શિલાલેખ પ્રશસ્તિ. ૐ હ્રીઁ અહ્ નમઃ ।। શ્રી કલ્યાણ પાર્શ્વનાથના ઘર દહેરાસરમાંથી ૧૨ વર્ષ બાદ પૂજયપાદ આચાર્ય ભગવંતની પ્રેરણા અને માર્ગદર્શન અનુસાર ભવ્ય, વિશાળ, રમણીય તેમજ ગગનોત્તુંગ શિખર અને બે દેવકુલિકાઓ ઉપરાંત આકર્ષક, કલાકોતરણીયુકત શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ ભગવાનનું નૂતન જિનમંદિર તૈયાર થયેલ છે. જેનું ખનન તથા શિલાસ્થાપન વિધિ પણ પ. પૂ. આચાર્ય ભગવંત આદિ વિશાળ સાધુ-સાધ્વીઓની ઉપસ્થિતિમાં અનેરા આનંદ અને ઉત્સાહ સભર થયેલ છે. શાસન સમ્રાટ કદમ્બગિરિ પ્રમુખ તીર્થોદ્ધારક સમારાધિત સૂરિમંત્ર તપાગચ્છાધિપતિ પૂ. પા. આ. ૧૦૦૮ શ્રી નેમિસૂરીશ્વરજી મ. સા.ના અખંડ પુણ્ય પ્રભાવ સામ્રાજયે તત્ પટ્ટધર ગી. શિરોમણિ ન્યાય વિશારદ પૂ. આ. શ્રી વિજયઉદયસૂરીશ્વરના પટ્ટાલંકાર વર્તમાન ગચ્છાધિપતિ પરોપકાર પરાયણ પૂ. આ. શ્રી વિજયમેરૂપ્રભસૂરીશ્વરજીની પાવનકારી શુભનિશ્રામાં શ્રી બૃદ નંદાવર્તપૂજન, વિવિધ પૂજન સહિત, લઘુ બૃહૃદ શાંતિસ્નાત્ર, દબદબાભરી શ્રી પંચકલ્યાણકની ભવ્ય ઉજવણી સુવિશુદ્ધ અને અણિશુદ્ધ વિધાન સહ ત્રણ ટંક ૧૧ દિવસનાસ્વામી વાત્સલ્ય તેમજ પ્રતિષ્ઠા દિવસે સમસ્ત વડોદરા સંઘની નવકારશી યુકત ભવ્યાતિભવ્ય ૧૨ દિવસીય અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ચર્તુવિધ સંઘની ઉપસ્થિતિમાં ઉજવાયો. પૂ. આ.ના વરદ્ હસ્તે સૂરિમંત્રિત વાસક્ષેપ પૂર્વક અંજન તથા પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ખનન - ૨૦૪૦ શ્રાવણ સુદ ૯ રવિવાર શિલાસ્થાપના ૨૦૪૦ શ્રાવણ સુદ ૧૪ અંજન ૨૦૪૫ મહા સુદ ૧૧ પ્રતિષ્ઠા ૨૦૪૫ મહા સુદ ૧૩ રવિવાર’ દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૧૩ છે. તે નિમિત્તે પરંપરાગત ધ્વજારોપણ થાય છે અને શ્રી સંઘજમણ રાખવામાં આવે છે. દેરાસરનો વહીવટ શાસન સમ્રાટ જૈન દેરાસર પેઢી હસ્તક છે. દેરાસરના ટ્રસ્ટી શ્રી કાંતિલાલ શાહ, હસમુખલાલ શાહ, અજિતભાઈ શાહ આદિ છે. ઉપર્યુક્ત પ્રમાણોથી નિશ્ચિત રૂપે કહી શકાય કે આ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૪૫માં થયેલ છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy