SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ૪૭ રંગમંડપ કે ગભારા વગરના દેરાસરમાં સામે જ શિખરવાળી દેરીમાં મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની ૪૫" ની પ્રતિમા બિરાજમાન છે. પ્રતિમાજીની પાછળ, દિવાલ પર, છત્રી પર તેમજ તોરણો અને થાંભલા પર સુંદર કાચકામ કરવામાં આવ્યું છે. મૂળનાયકની આજુબાજુ સામરણ યુકત ઘુમ્મટવાળી દેરીમાં શ્રી વાસુપૂજ્યસ્વામી અને શ્રી સુપાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. અહીં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ અને ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. પ્રવેશદ્વાર પાસે જમણી બાજુ ગોખમાં શ્રી ગૌતમસ્વામીની દેશના આપતી મુદ્રામાં પ્રતિમા અને તેની બાજુના ગોખમાં શ્રી પાર્શ્વયક્ષ, ડાબી બાજુ ગોખમાં શ્રી પદ્માવતી દેવીની આરસની મૂર્તિ છે. શ્રી ઘંટાકર્ણવીરની અને શ્રી પદ્માવતી દેવીની મોટી મૂર્તિ કાચથી મઢેલાં કબાટમાં છે. અહીં નમસ્કાર મહામંત્ર સાધના કેન્દ્ર દ્વારા શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની સન્મુખ બેસીને સતત નવકારની સાધના ચાલે છે. અત્યાર સુધી ૭ ક્રોડની વધુ નવકારના જાપ થઈ ચૂક્યા છે. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ગૃહચૈત્યની પ્રતિષ્ઠા શાસન સમ્રાટ આચાર્ય શ્રી વિજય નેમિસૂરિવિજ્ઞાન કસ્તૂરસૂરિ મહારાજ સાહેબના પટ્ટધરો પ. પૂ. આ. ભ. શ્રી વિજય ચંદ્રોદયસૂરીશ્વરજી તથા તેઓશ્રીના ગુરુબંધુ પ. પૂ. આ. શ્રી અશોકચંદ્રસૂરીશ્વર મ. સા. આદિ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં વિ. સં. ૨૦૫૧, વીર સં. ૨૫૨૧, નેમિ સં. ૪૬ના મહા સુદ ૧૩ સોમવારે તા. ૧૩-૨-૧૯૯૫ના દિવસે કરવામાં આવી છે. મૂળનાયકશ્રી ની પ્રતિષ્ઠાનો લાભ શ્રીમતી સવિતાબેન કાંતિદાસ વોરા પરિવારે લીધો હતો. મુનિ શ્રી શાંતિચંદ્ર વિજયજી, સાધ્વીજી ભગવંત, શ્રી શુભોદયાશ્રીજી, મયણાશ્રીજી, કલ્પરત્નાશ્રીજીના સંયમની અનુમોદનાર્થે આ પ્રતિષ્ઠા થયેલ છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૧૩ છે. તે નિમિત્તે ચઢાવો બોલીને નાની ધ્વજા ચઢાવવામાં આવે છે. દેરાસરનો વહીવટ શ્રી બીપીનભાઈ કાંતિલાલ વોરા હસ્તક છે. આ જિનાલયની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૫૧માં થયેલ છે. (૨૮) શ્રી આદિનાથ જિનાલય (સં. ૨૦૩૮) અજય સોસાયટી, નિઝામપુરા. નિઝામપુરા, અજય સોસાયટીમાં વિશાળ જગ્યા ધરાવતું શિખરયુક્ત પ્રસ્તુત દેરાસર આવેલું છે. દેરાસરના પટાંગણમાં જાળીવાળા પ્રવેશદ્વારની ડાબી તરફ ઉંચાઈ ઉપર દેરાસર આવેલું છે. જિનાલયના ત્રણ પ્રવેશદ્વાર કાષ્ઠ ઉપર નકશીકામવાળા છે. રંગમંડપમાં પણ કાષ્ઠના બે
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy