________________
વડોદરાનાં જિનાલયો
૪૫
ઝવેરીએ વિક્રમ સં. ૧૯૯૭માં આ દેરાસર શ્રી વડોદરા શહેર જૈન સંઘને અર્પણ કર્યું છે. આ દેરાસર જીર્ણ થતાં આજથી આઠ વર્ષ પહેલાં શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રય સમિતિ વડોદરાના સહકારથી જિન પ્રાસાદ નવો બંધાવવાનો નિર્ણય કર્યો.
ખનનવિધિ વિ. સં. ૨૦૩૦ મહા સુદ- ૩ શનિવાર તા. ૨૬-૧-૭૪
શિલાન્યાસ વિધિ વિ. સં. ૨૦૩૦ મહા સુદ- ૧૦ શનિવા૨ તા. ૨-૨-૭૪ પ્રભુ પ્રવેશ- વિ. સં. ૨૦૩૨ ફાગણ સુદ-૧૦ ગુરુવાર તા. ૧૧-૩-૭૬
જિનમંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં પંજાબ દશોદ્ધારક આચાર્ય દેવ શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મ. (આત્મારામજી)ના પટ્ટધર પંજાબકેસરી યુગવીર · આ. દે. શ્રીમદ્ વલ્લભસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શાંત તપોમૂર્તિ જિનશાસન રત્ન આ. દેવ શ્રીમદ્ વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટધર પરમારક્ષ પ્રિયોદ્ધારક ચારિત્ર ચૂડામણિ આ. દે. શ્રીમદ્ ઇન્દ્રદિક્ષસૂરીશ્વરજી મહારાજ આદિ વિશાળ સાધુ-સાધ્વીઓની પાવન નિશ્રામાં વીર સં. ૨૫૦૭, વિ. સં. ૨૦૩૭, આત્મ સં. ૮૭, વલ્લભ સં. ૨૭, સમુદ્ર સં. ૪ ના વૈ. વ. ૬ સોમવારના તા. ૨૫-૫-૮૫ના શુભમુહૂર્ત સુરત નિવાસી શેઠ શ્રી ભગુભાઈ નગીનદાસ ઝવેરીના પુત્રવધુ સુશીલાબેનંના શુભ હસ્તે મૂ.ના. શ્રી ચંદ્રપ્રભસ્વામીજીની પ્રતિષ્ઠા કરી છે. શ્રી મુનિસુવ્રતસ્વામીજીની પ્રતિષ્ઠા સ્વ. શાહ હિંમતલાલ જીવચંદના પરિવાર તરફથી, શ્રી મહાવીરસ્વામીજીની પ્રતિષ્ઠા શાહ રસીકલાલ છગનલાલ તરફથી.
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ વદ ૬ના રોજ છે.
દેરાસરનો વહીવટ ટ્રસ્ટી ઓચ્છવલાલ શાહ, સૂર્યકાન્તભાઈ શાહ, હર્ષદભાઈ દોશી હસ્તક છે.
""
ઐતિહાસિક સંદર્ભ
સંવત ૧૯૬૩ જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૯ પાષાણ પ્રતિમાઓ અને ૬૪ ધાતુ પ્રતિમાઓ હતી.
સંવત ૨૦૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયો છે. ૯ પાષાણ પ્રતિમાઓ અને ૫૪ ધાતુ પ્રતિમાઓ હતી. શેઠ શ્રી કેસરીચંદે આ દેરાસર બંધાવ્યાની નોંધ છે. દરવર્ષે શ્રી શાંતિલાલ ભગુભાઈ ઝવેરી પિ૨વા૨ દ્વારા ધ્વજારોપણ કરવામાં આવે છે.
આ જિનાલય સં. ૧૯૯૭થી શ્રી સંઘ હસ્તક છે પરંતુ સં. ૧૯૬૩ પૂર્વે ઘરદેરાસર તરીકે અસ્તિત્વમાં વધુ નિશ્ચિતતા માટે સંશોધનની આવશ્યકતા છે.