________________
વડોદરાનાં જિનાલયો
પુરુષ ઇન્દ્ર-પ્રતિષ્ઠા શ્રી સંઘમાં ઉછામણપૂર્વક શ્રી દર્શનસૂરિ મહારાજ સાહેબ હસ્તે કરવામાં આવી. દેવગૃહમાં પ્રભુ પ્રવેશ મહોત્સવ ૨૦૦૮ ચૈત્ર વદ ૧૧ થી વૈશાખ વદ ૬ સુધી કર્યો. નવીન પરિકરનો અંજવિવિધ ૨૦૧૭ના આસો સુદ ૧૦ના કર્યો. ફાગણ સુદી ૫ થી ૧૩ સુધીનો અઠ્ઠાઈ મહોત્સવ કર્યો. શ્રી આદિનાથ પ્રભુ પ્રતિમાઓ, શ્રી પુંડરીક ગણધર આદિ મૂર્તિ ગાદીનશીન મુંબઈના શેઠ શ્રી હરીદાસે આપેલ.’
દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૧૦ છે. તે નિમિત્તે ધ્વજારોપણ મહોત્સવ ઉજવાય છે.
૪૧
દેરાસરનો વહીવટ ટ્રસ્ટ હસ્તક છે. ટ્રસ્ટી શ્રી ઉમાકાંતભાઈ સરૈયા, ભુવનકુમાર શાહ તથા રસીકલાલ શાહ છે.
ઐતિહાસિક સંદર્ભ
સંવત ૨૦૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૩૧ પાષાણ પ્રતિમાઓ તથા ૬૭ ધાતુ પ્રતિમાઓ હતી. ૪ સ્ફટીકની પ્રતિમા અને ૧ ગુરુમૂર્તિનો ઉલ્લેખ થયેલ છે. શ્રી સંધે આ દેરાસર બંધાવ્યાની નોંધ છે.
આ જિનાલયનો અંદાજીત સમય સં. ૧૯૬૩ પૂર્વેનો છે અને નિશ્ચિત સમય નક્કી કરવા વધુ સંશોધનની જરૂર છે.
(૨૧) શ્રી ધર્મનાથ પ્રભુનું ગૃહ ચૈત્ય
એમ. જી. રોડ, મોટા દેરાસરની સામે, પેન એમ્પોરિયમ.
મહાત્મા ગાંધી રોડ પર, મોટા દેરાસરની સામે નવીનભાઈ સ્વરૂપચંદ પેનવાળાના મકાનના ચોથા માળે આ ઘરદેરાસર આવેલ છે.
આરસના પબાસન ઉપર મૂળનાયક શ્રી ધર્મનાથ ભગવાનની ૩" ની ચોવીસી સહિત પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૬ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. બાજુમાં નાના સિંહાસનમાં શ્રી પદ્માવતી દેવીની પ્રતિમા ઉપર શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર લેખ નીચે મુજબ કોતરવામાં આવ્યો છે.
“શ્રી ઓસવાલ જ્ઞાતીય બલરાજા માગબાઈ સૂત શા. વેણીભાઈ નીના સૂત રણીય૨ સંવત ૧૫૬૭ વર્ષે જેઠ વદી ૬ ધર્મનાથ બિંબ કારિત તપાગચ્છ શ્રી હેમવિમળસૂરિ શિષ્ય હેમગણના ઉપદેશેન.
""
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૧૧ છે. તે નિમિત્તે પૂજા ભણાવાય છે અને કુટુંબના સભ્યો ભેગા થઈ જમે છે.
દેરાસરની સ્થિતિ જીર્ણ થઈ હોઈ જીર્ણોદ્ધાર કરાવવા યોગ્ય છે.