________________
૪૦
વડોદરાનાં જિનાલયો
પણ થાંભલા ઉપર વાજિંત્ર વગાડતી સુંદર પરીઓની કૃતિઓ જોવા મળે છે. મોટા રંગમંડપના ઘુમ્મટમાં વચ્ચે કાચનું મોટું ઝુમ્મર છે. રંગમંડપમાં શ્રી તારંગાજી, શ્રી પાવાપુરી, શ્રી સમેતશિખર, શ્રી રાજગિરિ, શ્રી રાણકપુર, શ્રી ચંપાપુરી, શ્રી અષ્ટાપદ, શ્રી શત્રુંજય અને શ્રી ગિરનાર તીર્થોના મોટા પટ પત્થર પર ઉપસાવીને બનાવ્યાં છે. ગભારાની બહાર ગોખલામાં શ્રી ગૌમુખ યક્ષ અને શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિઓ બિરાજમાન છે.
પાંચ ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ૧૯" ની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની ડાબી બાજુ શ્રી ધર્મનાથ ભગવાન અને જમણી બાજુ શ્રી વાસુપૂજયસ્વામી બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની સામેની બાજુ અગાસીમાં આરસના કમળાકાર પબાસનમાં શ્રી પુંડરીક સ્વામીની પ્રતિમા બિરાજમાન છે. બે તરફ કમળમાં શ્રી ગૌતમસ્વામી અને શ્રી સુધર્માસ્વામીની પ્રતિમા બિરાજમાન છે. દેરાસરમાં કુલ ૭ આરસની પ્રતિમા અને ૨ જોડ પગલાં બિરાજમાન કરવામાં આવ્યા છે.
દેરાસરની પેઢીની ઑફિસની બહાર બે ગોખલામાં શ્રી મહાલક્ષ્મી દેવી અને શ્રી જયસિંહસૂરીશ્વર મ. સા. ની મૂર્તિ છે. તેની બાજુમાં શ્રી શત્રુંજયગિરિની રચના અને રાયણ પગલાં બાજુ જવાનો રસ્તો છે તેના બારણાની બંને બાજુ શ્રી સરસ્વતી દેવી અને શ્રી અંબિકા દેવીની મૂર્તિ છે.
દેરાસરની બાજુમાં ચાર પગથિયાં ઉતરીએ તો શ્રી શત્રુંજયગિરિની પત્થરની વિવિધ રંગોથી રંગાયેલી સુંદર રચના જોવા મળે છે. બાજુની દેરીમાં શ્રી આદિનાથ પ્રભુની પાદુકા કમળમાં સ્થાપિત કરેલી છે. તેની બાજુમાં બે ઇંદ્રોની મૂર્તિઓ છે. પાછળની દિવાલ પર સમવસરણનો પટ છે તેમજ મરૂદેવા માતાને હાથી પર થયેલ કેવળજ્ઞાન અને શ્રી આદીશ્વર ભગવાનને ઈશુરસથી પારણાં કરાવ્યાનો પ્રસંગનો પટ છે.
ઉપરના માળ પર મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનની શ્યામ વર્ણની ૨૩" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૧૫ પાષાણ પ્રતિમાઓ અને ૬ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. ગભારાની બહાર ડાબી બાજુ ગોખલામાં ૩ સ્ફટીકની, ૪ ધાતુ પ્રતિમાઓ તેમજ જમણા ગોખલામાં ૩ સ્ફટીકની અને ૬ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. ત્રીજા માળે શિખરની અંદર ગોળ સિંહાસન ઉપર ચોમુખજી બિરાજમાન છે.
દેરાસરની એક દિવાલ પર નીચે પ્રમાણે લેખ છે.
સંપ્રતિ મહારાજાના ભરાવેલ પ્રાચીન શ્રી આદિનાથ પ્રભુના કાષ્ઠમય પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવવાનો નિર્ણય શ્રી ચુનીલાલ નાથાભાઈ પટવા, મંત્રીની વિનંતીથી સં. ૧૯૯૭ના પર્યુષણ પર્વમાં આત્માનંદ જૈન ઉપાશ્રયે પૂ. પંડિતવર્ય કપૂરવિજયજી મહારાજ સાહેબે ચતુર્વિધ સંઘ સમક્ષ કર્યો. જયસૂરિ મહારાજે જીર્ણોદ્ધાર કરાવવાનો પ્રારંભ કર્યો. ૧૯૯૮ માગશર સુદ ૬ અને વૈશાખ સુદી ૭ બુધવારે પ્રતિમાનું ઉત્થાપન કરાવ્યું. શિલાસ્થાપના અને ખાતમુહૂર્તે શ્રી પુંડરીક ગણધર વિહારનું ખાતમુહૂર્ત કર્યું. સં. ૧૯૯૯ના ફાગણ સુદ ૩. ત્રણ શિખરોમાં પ્રાસાદ