________________
વડોદરાનાં જિનાલયો
સૂરિભિઃ સ્વકીય પટ્ટપ્રભાવક શ્રી વિજયધર્મસૂરિ.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૬ છે. તે નિમિત્તે શ્રી છોટાલાલ ઉત્તમચંદ પરિવાર દ્વારા દર વર્ષે ધ્વજારોપણ મહોત્સવ થાય છે.
૩૯
દેરાસરનો વહીવટ “શ્રી શાંતિનાથજી જૈન દેરાસર અને ધર્માદા ખાતાની પેઢી'' હસ્તક છે. દેરાસરનાં ટ્રસ્ટી શ્રી રતિલાલ શાહ, શ્રી ઉત્તમચંદ શાહ, શ્રી પન્નાલાલ શાહ છે. ઐતિહાસિક સંદર્ભ
સં. ૧૯૬૩ જૈન શ્વેતાંબર ડિરેકટરીમાં આ જિનાલયમાં ૨૨ પાષાણ પ્રતિમાઓ તથા ૪૭ ધાતુ પ્રતિમાઓનો ઉલ્લેખ થયેલ છે.
સં. ૨૦૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૧૨ પાષાણ પ્રતિમાઓ અને ૧૬ ધાતુ પ્રતિમાઓ હતી. શેઠ શ્રી અમરચંદ પાનાચંદે આ દેરાસર બંધાવ્યાની નોંધ છે. ૨ ગુરુમૂર્તિ અને મોહનવિજયજી જ્ઞાનમંદિરનો ઉલ્લેખ થયેલ છે.
સં. ૨૦૩૦માં શ્રી રાવપુરા મામાની પોળ જૈન સંઘ, વડોદરા દ્વારા પ્રકાશિત ‘જૈન તીર્થ પરિચય' નામના પુસ્તકમાં વડોદરાના જૈન દેરાસરો વિભાગમાં સદર જિનાલય અંગે જણાવાયું છે કે આશરે ચારસો વર્ષ પૂર્વે શેઠ ખુશાલદાસ અમરચંદે આ દેરાસર બંધાવેલું, જેમાં મૂ. ના. શ્રી શાંતિનાથની પ્રતિમા બિરાજમાન હતી. ધીમે ધીમે આસપાસના વિસ્તારમાં જૈનોની વસ્તી વધવાથી આશરે પચાસ વર્ષ પહેલાં બાજુમાં નવીન જિનાલય બંધાવ્યું અને તેમાં મૂળનાયક શ્રી નેમનાથ ભગવાન બિરાજમાન છે. આ પછી વિ. સં. ૨૦૦૯માં જીર્ણોદ્ધાર કરાવ્યો અને ઉપર શિખરમાં પણ પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી.
ઉક્ત આધારોથી આ જિનાલયનો સમય સં. ૧૯૬૩ પૂર્વેનો નિર્ધારિત થાય છે પરંતુ નિશ્ચિત સમય નક્કી કરવા વધુ સંશોધનની જરૂર છે.
(૨૦) શ્રી આદીશ્વર જિનાલય (સં. ૧૯૬૩ પૂર્વેનો) (શ્રી શત્રુંજય તીર્થાવતાર પ્રાસાદ)
એમ. જી. રોડ, માંડવી.
મહાત્મા ગાંધી રોડ પ૨ શ્રી શત્રુંજય તીર્થની નાની રચનાવાળું આ દેરાસર આવેલું છે: આ જિનાલય ત્રણ શિખરયુક્ત છે અને ત્રણ માળનું છે.
મુખ્ય પ્રવેશદ્વારની ઉપરની બાજુ શ્રી સરસ્વતી દેવી અને કબૂતરની શિલ્પાકૃતિ છે. ગૂઢમંડપનો ઓટલો લાંબો છે. જેના થાંભલાઓ ઉપર જુદાં-જુદાં વાજિંત્ર વગાડતી સુંદર પૂતળીઓ અને મોરની શિલ્પકૃતિઓ છે. રંગમંડપ મોટો અને થાંભલાઓથી સુશોભિત છે. અહીં