________________
૩૮
વડોદરાનાં જિનાલયો
ભાગમાં બંને બાજુ દિવાલ પર તેમના જીવનના કેટલાક પ્રસંગોને ઉપસાવી ચિત્રકામ કરવામાં આવ્યું છે. બંને બાજુના ગોખમાં શ્રી ચકેશ્વરી દેવી તથા શ્રી માણિભદ્રવીરની આરસની મૂર્તિઓ છે. બાજુની દિવાલ પર દેરાસરના જીર્ણોદ્ધારની વિગતો દર્શાવતા લેખ પરથી નીચેની માહિતી પ્રાપ્ત થાય છે.
સં. ૨૦૦૮ મહા સુદ ૬ ને શુક્રવારે તા. ૧-૨-પરના રોજ જીર્ણોદ્ધાર કરાવ્યા બાદ પુન:પ્રતિષ્ઠા થઈ છે. જેના ઉપદેશક આચાર્યો પ. પૂ. ધર્મપ્રભાવક શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. યુગદિવાકર શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. શાંતમૂર્તિ શ્રી વિજય લાભસૂરીશ્વરજી મહારાજ છે. અંજનશલાકા કરાવનાર મુંબઈ નિવાસી હરિદાસ સોભાગચંદ્ર છે.”
સફેદ આરસના સિંહાસન પર મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પરિકરયુકત ૨૧". ની અને શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. દેરાસરમાં કુલ ૩૦ પાષાણ પ્રતિમાઓ અને ૫૪ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
બીજા મૂળનાયક શ્રી નેમનાથ ભગવાનની પ્રતિમાની એક તરફ શ્રી પાર્શ્વનાથ ભગવાન અને બીજી તરફ શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમાઓ બિરાજમાન છે. જમણી બાજુ પ્રતિષ્ઠિત શ્રી નેમનાથ ભગવાનની પ્રતિમામાં નીચે મુજબનો લેખ કોતરવામાં આવ્યો છે.
સં. ૧૯૨૧ રા ૧૭૮૬ પ્રથમ માઘ માસે શુકલ પક્ષે ૭ ગુરુવારે સા. શ્રી આણંદજી કલ્યાણજી શ્રી સિદ્ધક્ષેત્રે તેમનાથજિન બિંબુ સર્વસૂરિભિઃ પ્રતિ”
શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા સં. ૧૯૭૩ના મહા સુદ ૬ના રોજ થયેલ છે. દેરાસરની ફરતે પ્રદક્ષિણા માટે ભમતીની જગ્યા છે. ભમતીમાં શિખર ઉપસાવેલા ગોખમાં શ્રી નાકોડા પાર્શ્વનાથ ભગવાનની કાઉસગ્ગ મુદ્રાયુક્ત પ્રતિમાં, એક ચોવીસી, શ્રી આદિનાથ, શ્રી શાંતિનાથ અને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની નાની લીલા રંગની પ્રતિમાઓ બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની સામેની દિવાલ પર ત્રણ બાજુ યક્ષની આરસની મૂર્તિઓ છે.
ઉપરના ભાગમાં નાની દેવકુલિકામાં ત્રણ પ્રતિમાઓ બિરાજમાન છે. અહીં શિખરની અંદર મૂળનાયક શ્રી સીમંધરસ્વામીની ૨૫" ની પ્રતિમા સહિત શ્રી પદ્મનાભસ્વામી અને શ્રી મહાવીરસ્વામી ભગવાન બિરાજમાન છે.
શ્રી સીમંધરસ્વામીની પ્રતિમામાં નીચે મુજબ લેખ કોતરવામાં આવ્યો છે.
“ સ્વસ્તિ | શ્રી વિક્રમાર્ક સં. ૨૦૦૮ શ્રી વીરશઅદ ૨૪૭૮ વર્ષે માઘ માસે શુકલ પક્ષે ષષ્ઠી તિથૌ શુક્રવાસરે વટપ્રદ (વડોદરા) નગર રાવપુરા કોઠીપોલ સ્થિત શ્રી શાંતિનાથ જિન પ્રાસાદે પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સૌરાષ્ટ્ર દેશે ચેલાકુલ વેરાવલે અદ્રિ બંદર વાસ્તવ્ય દશા શ્રીમાળી જ્ઞાતીય તપાગચ્છીય શ્રેષ્ઠીવર્ય સૌભાગ્યચન્દ્રાત્મજ હરિદાસેન અ. સૌ. સ્વપત્ની ઝવેરબાઈ સંયુએન સ્વશ્રેયાર્થ કારાપિતા વિહરમાન શ્રી સીમંધરસ્વામી મૂર્તિ પ્રતિષ્ઠિતાં ચા તપાગચ્છીય ભટ્ટારકાચાર્ય શ્રી વિજય મોહનસૂરીશ્વરજી પટ્ટાલંકાર આચાર્ય શ્રી વિજયપ્રતાપ