________________
૩૬
વડોદરાનાં જિનાલયો
દેરાસરનો વહીવટ શ્રી રાવપુરા મામાની પોળ છે. મૂ. જૈન સંઘ હસ્તક છે. દેરાસરના ટ્રસ્ટી વકીલ રમણલાલ પરીખ, શાહ જયંતીલાલ, પ્રવીણચંદ્ર શેઠ છે.
આ ઐતિહાસિક સંદર્ભ સંવત ૨૦૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૧૨ પાષાણ પ્રતિમાઓ તથા ૨૨ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સમેતશિખર તીર્થ, શ્રી અષ્ટાપદ તીર્થ અને શ્રી શત્રુંજય તીર્થના પટનો ઉલ્લેખ થયેલ છે. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યાની નોંધ છે.
આ જિનાલયનો જીર્ણોદ્ધાર સંવત ૧૯૯૦માં થયો છે તેથી જિનાલયનો સમય સંવત ૧૯૯૦ પૂર્વેનો અંદાજી શકાય.
(૧૮) શ્રી ગોડી પાર્શ્વનાથ જિનાલય (સં. ૧૫૪૮)
દેરાપોળ, બાબજીપુરા, રાજમહેલ રોડ. દેરા પોળમાં પ્રવેશતાં જ જમણી બાજુ આ દેરાસર આવેલ છે. આરસનો ઓટલો ચઢતાં એક તરફ ગુરુમંદિર છે અને બાજુમાં જિનાલય છે.
પ્રસ્તુત જિનાલયનો રંગમંડપ લાંબો, મોટો અને બે વિભાગવાળો છે. બંને વિભાગમાં એકેક સાદા ઘુમ્મટ છે. એક વિભાગમાં શ્રી ગિરનાર તીર્થ અને શ્રી અષ્ટાપદ તીર્થનાં મોટા પટ છે. બીજા વિભાગમાં શ્રી શત્રુંજય તીર્થ અને શ્રી ગિરનાર તીર્થના પટ છે.
રંગમંડપમાં એક નાનો ગભારો છે. તેમાં શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાન સહિત ૫ પાષાણ પ્રતિમાઓ અને ૫ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. ડાબી બાજુ ગોખલામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની આરસની અને ૩ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
એક ગર્ભદ્વારવાળા મુખ્ય ગભારામાં મૂળનાયક શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનની પરિકર સહિત ૯" ની પ્રતિમા સહિત ૪ પાષાણ પ્રતિમાઓ, ૧૧ ધાતુ પ્રતિમાઓ અને ૧ જોડ પગલાં બિરાજમાન છે. મૂળનાયક પ્રભુની પ્રતિષ્ઠા સંવત ૧૫૪૮ના વૈશાખ માસમાં થઈ છે.
રંગમંડપમાં ગભારામાં શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પરનું લખાણ. . . સં. ૧૯૩૩ માઘ કૃષ્ણ પાંચમ. . . ” તથા શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિમા પરના લખાણમાં. . . . “સં ૧૯૨૧ના માઘ સુદી સાતમ પાલનપુર વાસ્તવ્ય” અને શ્રી ચંદ્રપ્રભસ્વામીની પ્રતિમા પરના લખાણમાં “ઓસવાલ જ્ઞાતીય. . . શાખાયાં ભાઈ પાનકેનચંદ્ર પુત્ર. . . . . . . સ્વામી . . . . . . .” આ પ્રમાણે વંચાય છે. જિનાલયમાં એક તકતી પર નીચે મુજબ લેખ છે.
શ્રી ગોડી પાર્શ્વનાથ નમોનમઃ