SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ વડોદરાનાં જિનાલયો પ્રતિમા તથા ૫૧ ધાતુ પ્રતિમાજીઓ બિરાજમાન છે. ૨૪ યંત્રો છે. જમણી બાજુ ગોખમાં શ્રી ગૌતમસ્વામીજીની ગુરુપ્રતિમા છે. ડાબી બાજુ ગોખમાં શ્રી ગોમુખ યક્ષની ધાતુમૂર્તિ દિવાલમાં જડિત છે. વળી, પત્થર પર એક જોડ પગલાં છે. આ પગલા પરના લેખ મુજબ સં. ૧૬૬૮માં પ્રતિષ્ઠિત કરેલ ઉપાધ્યાય શ્રી ગુણહર્ષગણિનાં પગલાં છે. શ્રી શીતલનાથ ભગવાનની પ્રતિમા પરનો લેખ આ મુજબ છે. “સંવત ૧૬૬૪ વર્ષે ફાગુન માસે. . . . . સંઘવી પદમણી. . . . . અચલગચ્છ. . . . . . . પ્રતિષ્ઠિતું. ” જમણી બાજુની ઘુમ્મટ યુકત દેવકુલિકામાં અષ્ટાપદની રચના છે. મોટા ત્રિગઢ પર ઘુમ્મટ યુક્ત ઝીણી કોતરણીવાળી છત્રીમાં ૧૮ ધાતુ પ્રતિમાઓ, ૨ રાતા પત્થરની તથા ૪ આરસપ્રતિમાઓ બિરાજમાન છે. ડાબી બાજુની ઘુમ્મટ યુકત દેવકુલિકામાં ચૌમુખી પ્રતિમા બિરાજમાન છે. મોટા ત્રિગઢ પર ઘુમ્મટ યુકત ઝીણી કોતરણીવાળી છત્રીમાં ચાર આરસપ્રતિમાઓ બિરાજમાન છે. ( ૧ ) શ્રી સુમતિનાથ ભગવાનની પ્રતિમા પર સંવત ૧૬૭૭ વંચાય છે. ( ૨ ) ડાબી બાજુ પ્રતિમા પર લેખ નથી. ( ૩ ) પાછળની પ્રતિમા પર સં. ૧૮૩૯ વંચાય છે. ( ૪ ) જમણી બાજુ પ્રતિમા પર “બાદશાહ અકબર પ્રવર્તમાન સંવત ૪૧” વિંચાય છે. - જિનાલયની બાજુમાં “વલ્લભવિહાર” નામનું ગુરુમંદિર આવેલું છે. મુખ્ય પ્રવેશદ્વારની બહાર બે દ્વારપાળની આકૃતિઓ છે. આ મંદિરની રચના વિ. સં. ૨૦૧૪માં કરવામાં આવી છે. પ્રવેશતાં સામેજ ધાતુના બનેલા મોટા સૂર્યની રચનામાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીનો ફોટો છે તથા આજુબાજુ દિવાલ પર પૂજય ગુરુવરના જીવનના વિશિષ્ટ પ્રસંગોના કુલ ૬૮ ચિત્રો દિવાલ પર ઉપસાવી રંગકામ કરેલા છે. ઉપર ઘુમ્મટનાં ભાગમાં પૂજયશ્રીની સ્મશાનયાત્રા, અનુકંપાદાન તથા અગ્નિદાહ ના પ્રસંગો ચિત્રિત કરેલા છે. સંવત ૨૦૨૧ સુધીના તેઓશ્રીના શિષ્ય પરિવારનું વંશવૃક્ષ બનાવીને અત્રે મૂકવામાં આવેલ છે. આ ગુરુમંદિરના ગભારામાં આરસની ૩ ગુરુમૂર્તિઓ છે. મધ્યમાં આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરની ૩૨" ની, જમણી બાજુ મુનિ શ્રી કાન્તિવિજયજી મ. સા. ની ૨૮" ની અને ડાબી બાજુ મુનિ શ્રી હંસવિજયજી મ. સા. ની ૨૮" ની પ્રતિમા બિરાજમાન છે. ત્રણેય પ્રતિમાની પાછળની દિવાલ પર પણ સુંદર ચિત્રકામ છે. જિનાલયની રૂબરૂ મુલાકાત સમયે સ્થળ પર ઉપસ્થિત ૮૦ વર્ષની વય ધરાવતા બુઝુર્ગ વડીલ શ્રી શાંતિભાઈ ભગુભાઈ ઝવેરી દ્વારા જિનાલયની કેટલીક ઐતિહાસિક માહિતી આપેલ હતી. પાવાગઢના પતન પછી સંવત ૧૯૭૩માં પાવાગઢના શ્રી ભીડભંજનના દહેરાના ટ્રસ્ટીઓ
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy