SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો વિજયવલ્લભસૂરીશ્વરજી મ. સા.ના સુંદર ચિત્રો ઘુમ્મટમાં ચિત્રિત કરેલાં છે. વળી, શ્રી પાર્શ્વનાથપ્રભુના જીવનના કેટલાક પ્રસંગો તેમજ પાંચ કલ્યાણકોનાં સુંદર ચિત્રો પણ છે. ૨૮ પાંચ ગર્ભદ્વા૨વાળા ગભારામાં મૂળનાયક શ્રી દાદા પાર્શ્વનાથ ભગવાનની ૩૩"ની પ્રતિમા બિરાજમાન છે. આ પ્રતિમા વેળુની બનેલી છે અને હાલ તેની પર લેપ કરેલો છે. આ પ્રતિમાજીની ફણા મુલાવી આરસની બનાવેલી છે. પૂર્વે આ પ્રતિમા ભોંયરામાં પ્રતિષ્ઠિત હતી ત્યારે ઉંદરનો ઉપદ્રવ થવાથી ફણા કોતરાઈ ગયા અને તેથી નવા ફણા બનાવવામાં આવ્યા છે. સંવત ૧૯૭૩માં આચાર્ય શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં જીર્ણોદ્વાર કરાવી પુનઃપ્રતિષ્ઠા કરાવવામાં આવેલ ત્યારે દેરાસર થોડું ઉપરના ભાગમાં લઈ જવામાં આવ્યું હતું. મૂળનાયકની પ્રતિમા પર લેખ નથી પરંતુ બાજુમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ઉપર સંવત ૧૮૩૯ વંચાય છે. ગભારાની બાજુમાં એક દેવકુલિકામાં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની ૧૧"ની પ્રતિમા બિરાજમાન છે. અહીં દિવાલ પર કેટલાક તીર્થ પટો છે જેમાં હસ્તગિરિ, ગિરનાર, ક્ષત્રિય કુંડ, સમેત શિખરજી, રાજગૃહી, આબુ, અષ્ટાપદ, તારંગા તેમજ કદંબગિર ના પટો છે અને શ્રી શત્રુંજય તીર્થનો મોટો પટ છે. એક પટમાં શ્રી ગૌતમસ્વામી શ્રેણિક મહારાજને શ્રીપાળમયણા ચિરત્ર કહી સંભળાવતા હોય તે પ્રસંગ છે. શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમા ઉપર સંવત ૧૯૧૩ વંચાય છે. રંગમંડપમાંથી ડાબી-જમણી બંને બાજુએથી ઉપર જવાના દાદર છે. ઉપર ત્રણ દેવકુલિકાઓ છે. મધ્યની દેવકુલિકાના લાંબા રંગમંડપમાં સુંદર રંગકામ છે. ત્રણ ગર્ભદ્વારની ઉપરના ભાગમાં દિવાલ પર શ્રી નેમિનાથ ભગવાનના ૯ ભવોના કુલ ૧૪ ચિત્રો ચિત્રીત કરેલા છે. વળી, ગર્ભદ્વારની બારસાખની ઉપરની દિવાલ પર લેખ લખેલ છે જે નીચે મુજબ છે. “અહં વિક્રમ સંવત ૧૯૯૮ વર્ષે ફાલ્ગુન સુ. ૩ બુધવારે પ્રાચીનમિદં શ્રીમદરિષ્ટનેમિજિનબિંબ વટપદ્ર ( વડોદરા ) નગરનિવાસીના ઉપદેશ વંશ્લેન ઝવેરી ભગુભાઈ સુત શ્રેષ્ઠી ગુલાબચન્દ્ર સુશ્રાવકેણ નિજસ્વસુર પિતૃત્વ ( ઝવેરી ધર્મચન્દ્રાત્મજ નાનચન્દ્ર ) પત્ની સુશ્રાવિકા ચન્દન શ્રેયાર્થે તદીયદ્રવ્યવ્યયેન મહોત્સવેન શ્રી દાદા પાર્શ્વનાથ જિનચૈત્યે સંસ્થાપિતમ્ । પ્રતિષ્ઠિત ચ ન્યાયામ્ભોનિધિ તપાગચ્છાચાર્ય શ્રીમદ્ વિજયાનન્દસૂરીશ્વર પટાલંકાર શ્રી વિજયવલ્લભસૂરિશિષ્યેઃ શ્રી વિજય લલિતસૂરિભિઃ ॥ શુભં ભવતુ ।।'' આ દેવકુલિકામાં ગભારામાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની ૩૩" ની પ્રતિમા બિરાજમાન છે. પ્રતિમાની બંને બાજુ સર્પના શરીરનો આકાર છે તેમજ અલગ ચોરસ પત્થરમાં ઇન્દ્ર-ઇન્દ્રાણીની રચના છે. આ પ્રતિમાજી સંવત ૧૯૭૩માં પાવાગઢથી અત્રે લાવી પરોણાગત રાખવામાં આવ્યાં હતાં અને ત્યાર પછી સંવત ૧૯૯૮માં અહીં જ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યાં હતાં. કસોટીના પત્થરમાંથી બનેલાં આ પ્રતિમાજી પર કોઈ લેખ નથી. ડાબા ગભારામાં શ્રી શામળા પાર્શ્વનાથ ભગવાનની શ્યામ આરસની તથા જમણા ગભારામાં શ્રી શીતલનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૭ શ્યામ આરસની પ્રતિમા સહિત ૧૧ આરસ
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy