________________
૪૦૩
૨૫
વડોદરાનાં જિનાલયો
બેઠે બહોત તપસાદીક, મિસરી, સકર, સોપારીક; મીર, એલચી, તજ્જાક, ચારોલી, ખારકાં, વજ્જાક. ખસખસ, સૂંઠ, વહાલીક, પૂડીયાં દેત હૈ વાલીક; ઓલે હાટ તમામાંક, ચીજો દેત અમામાંક. અગ્ગોં માંડવી નીરખેક, દેખત વારહી હરએક બેડે સરાફીક મૌજીક, નાણાં પરખ વેંચોજીક. સિક્કે નવનવું ઢબ્બક, નાણાંવટીમેં અબ્બોક; સક્કાં ખૂબ ભરાં અચ્ચીક, હૂંડાં દેત હૈ જગ્ગીક. જંબૂસર, સુરતી, સક્કક, પરખાંદાર હું પક્કાક; શી આશા હીનકી ચેરાક, જિનકે સિક્કે સમસેરાક ? ચલણા બહોત હૈ હૂંજીક, ભાગાવંતકી પૂજીક; પેસેં ભવ પરસાણેક, લેતે લીક ઉન ગણેક. ગંડી છોડ ઉહાં કેતેક, લાક્યાં હરામી તેતેક; ભંગી ભંગસેં આંતક, કેફ કેફમેં રાતેક. બેઠે તંબોલી ઝાઝેક, બીડે દતહે તાજેક; નાગરવેલ, ગંગેરીક, ચેલકી પાન મંગેરીક, બૂરાખાંડ, જંધોઈક, સુખડી કરત કંદોઈક; મગદલ, જલેબી, ખાજાક, બરફી લેત હું ઝાઝાક. પેંડા, લાડૂવા, માવાક, ખલકા લેત હું ખાવાક; ઘેવર, સકરપારેક, મામા-સેવહેં ખારેક. ગુજરીમેં વસ્ત જે મીલતીક, તામું વર્ણવું તહતીક; ધોતી રેસમી કોરાંક, દુપટે કસબકી લેહિરાંક. મીસરુ, મીસઝર મોંઘાક, રંગત વસ્ત્ર હું સોંઘાક; પાથી દોરીયા વિકતક, અદલ મૂલહી કરતક. નકલી બોહોત દંતારાક, ઉનકા પંથ હે ન્યારાક; નગરજનવાસી હેં ભોલાક, દેવેં દંતકા ગોલાક. આર્ગે ધરત હે ચૂડાક, આપે હૃદય કા ગૂડાક; નંગ રંગત હેં નારીક, મુખમેં દેત હેં ગારીક. તીકી પોલ ઘડિયાલીક, હવેલ્યાં ખૂબ મતવાલીક; ફતેસિંઘકી ભારીક, ગોખું, ગોખમેં બારીક.