________________
૪૦૨
વડોદરાનાં જિનાલયો
રાવળા હૈ દીવાનાક, અપની બૂધસે દાનાક; સેવક બહોત હે ન્યારાક, નિત્યે જાત દરબારાંક, કેતે રહત ઉહાં બેઠકે, નાહિ મીલત એક ઠેક; કેતે ધરત વલરાંનાક, ખાવંદ દેત પરમાનાક. સવારામ રંગીલાક, ઉનકા બહોત બંગીલાક; ફતેસંઘ કેવારેક, દીની દોલતાં ભારે. તેણે દીનમાન થા જેસાક, સબ યામાન છે તે સાક; પરની રેસકી લાવાંક, હાથી હોત સરપાવાંક. સંધિ, ગાડદી વહેક, હુકમેં મોરચે અકે; કેક પંક્તિમેં ઝાઝાક, સાથે કરત અવાજાક. નિકિથોડે ધૂપાંક, પટા પ્રહત હે ચંપાંક; ધૂપાંદાર મદ મસ્તાક, ટુંણા દેત હું હસ્તાક. એસે ચાર દરવાજેક, બેઠે ગારદી છાજેક; પોહો રાય દોતરફાંક, જીનકી ખૂબ હું કોરફાંક. નિકાં આઠ દરવાનાંક, વહે બહોત કરવાનાક; જાચી ખલકકું ખાલેક, દાંણી દાણસે ઝાલેક. ઈણસે સરે તમાસાક, વર્ણ નગરકા ખાસાક; નિકી પટોલ્યાં પોળાંક, ઉનકો પોનલકી ઓલ્યાંક. મીલતે કંદોરે ભારેક, રેસમ બહોત હે બારેક; આલાથાન ઉપરાક, સાગરગચ્છન મોહારાક. વાચક રહતે સંતાક, ઉનકા સીસ સુવીનિતાક; મનમોહન પ્રાસાદાક, મૂરત ઋષભ આલ્હાદક. ભાવિયા ભાવસે વંદેક, ભવના પાપ નિકંદેક; ચંતામણ ભગવાનાક, દેવું મુક્તિકા થાનાક. વિજયાનંદકા આલાક, સાધસૈન મત હે બાલાક; ગીતાર્થ રહે ચોમાસાક, કરૌં ગ્રંથ અભ્યાસાક. એસી પોલકે અગ્નીંક, મંડી-દાણકી જગૌક; છાપા કરત હૈ દાણીક, દુસરી દેત સેહે નાણીક, કણકી પીઠ હેં પાસૌક, કણકી બાત હૈ રાસોક; પોક્યાં લાત વનઝારાક, કણકા કરત વ્યાપારાક.