________________
વડોદરાનાં જિનાલયો
ઐતિહાસિક સંદર્ભ સંવત ૨૦૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૮ પાષાણ પ્રતિમાઓ તથા ૧૮ ધાતુ પ્રતિમાઓ હતી. વૈદ્ય મોતીચંદ ધરમચંદના વડીલોએ આ દેરાસર બંધાવ્યાની નોંધ છે.
સંવત ૨૦૩૦માં શ્રી રાવપુરા મામાની પોળ છે. મૂ. પૂ. જૈન સંઘ દ્વારા પ્રકાશિત “જૈન તીર્થ પરિચયમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. સંવત ૧૯૦૦ની આસપાસ કૈલાસવાસી શ્રીમંત મહારાજા ખંડેરાવ ગાયકવાડના શાસનકાળમાં વૈદ્ય મોતીચંદ ધર્મચંદના સુપુત્રો રાજવૈદ્ય દલપતભાઈ, ભીખાભાઈ અને હરીભાઈએ બંધાવ્યાની નોંધ છે.
આ જિનાલયનો સમયસં. ૧૯૦૦ આસપાસનો છે.
(૮) શ્રી આદીશ્વર જિનાલય (સંવત ૧૯૫૦ પૂર્વે)
જની શેરી, ઘડિયાળી પોળ. ઘડિયાળી પોળ, જાની શેરીમાં અતિ પ્રાચીન કાષ્ઠમય જિનાલય આવેલ છે. હાલ તેનો જીર્ણોદ્ધાર ચાલે છે.
ત્રણ ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની ૨૧" ની પ્રતિમા બિરાજમાન છે. અહીં કુલ ૧૧ પાષાણ પ્રતિમાઓ, ૩૦ ધાતુ પ્રતિમાઓ અને ૧ જોડ પગલાં બિરાજમાન છે..
સંવત ૧૯૫૦માં વૈદ્ય છોટાલાલ હીરાભાઈએ જીર્ણોદ્ધાર કરાવી કાષ્ઠનું જિનાલય હતું તે ધાબાબંધી બનાવેલ. દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ વદ ૨ છે.
દેરાસરનો વહીવટ “જાની શેરી જૈન સંઘ” હસ્તક છે. ટ્રસ્ટી દિનેશકુમાર શાહ, ઉમાકાન્ત શાહ અને દિનેશભાઈ શાહ છે.
(૯) શ્રી મનમોહન પાર્શ્વનાથ જિનાલય (સં. ૧૯૪૭ પૂર્વેનો)
પટોડીયા પોળ, ઘડિયાળી પોળ. ઘડિયાળી પોળ, પટોડીયા પોળમાં બે માળનું ઘુમ્મટબંધી જિનાલય આવેલ છે. મુખ્ય પ્રવેશદ્વાર જે અત્યારે બંધ છે તે સુંદર રંગકામવાળી પૂતળીઓ, મોર, દ્વારપાળ વગેરેથી સુશોભિત છે. બીજું પ્રવેશદ્વાર બાજુની ગલીમાં છે જે હાલ ઉપયોગમાં લેવાય છે.
રંગમંડપ લાંબો તથા ચાર વિભાગમાં વહેંચાયેલો છે. દરેક વિભાગની ચારેબાજુ