________________
૧૦
વડોદરાનાં જિનાલયો
જણાવતા હતા અને તેથી જ તે “પ્રાયશ્ચિત્ત તીર્થ” તરીકે પ્રખ્યાત બન્યું હતું. છેલ્લે લગભગ ૧૦૦ વર્ષ પહેલાં જ ભરૂચના શેઠ શ્રી અનોપચંદભાઈએ પણ આ રીતે પ્રાયશ્ચિત્ત મેળવ્યું હતું.
શ્રીપાળ મહારાજાએ તેમના વિદેશગમનનું પ્રથમ પ્રયાણ ભરૂચ બંદરેથી કર્યું હતું.
સમૃદ્ધિના શિખર પર બિરાજતી પ્રાચીન ભરૂચ નગરી દક્ષિણ ગુજરાતના લાટ દેશની પ્રાચીન સમયમાં રાજધાની પણ રહી ચૂકી હતી.
ગુજરાત રાજયની જીવાદોરી સમાન ગણાતી નર્મદા નદીના ઉત્તર કાંઠે ટેકરી ઉપર વસેલા ભરૂચ શહેરનાં પ્રાચીન નામ શ્રીપુર, ઉદ્યાન, ભૃગુકચ્છ, ભૃગુપુર અને ભરૂચ વગેરે હતાં. શ્રી અજિતનાથ ભગવાન અને પધાર્યા ત્યારે આ શહેર શ્રીપુર તથા શ્રી ચંદ્રપ્રભસ્વામી પધાર્યા ત્યારે ઉદ્યાન નામથી પ્રચલિત હતું. ત્યાર બાદ શ્રી મુનિસુવ્રતસ્વામીએ મહા સુદ ૧ ને દિવસે અહીં પધારી જિતશત્રુ રાજાએ યજ્ઞમાં હોમવા તૈયાર રાખેલ અશ્વને પ્રતિબોધી સમકિતધારી બનાવ્યો. તે અશ્વ અનશનપૂર્વક મરી દેવ બન્યો. તેણે ભરૂચમાં આવી શ્રી મુનિસુવ્રતસ્વામીનું મંદિર બનાવી તીર્થ સ્થાપ્યું તે સમયથી અશ્વાવબોધ તીર્થ નામે પ્રચલિત બન્યું. ત્યાર બાદ પદ્મ ચક્રવર્તી અને હરિષેણ ચક્રવર્તીએ આ તીર્થના ઉદ્ધાર કરાવ્યા. તે પછીના સમયમાં સિંહલની રાજકુમારી સુદર્શનાએ પોતાનો પૂર્વ સમડીનો ભવ જાતિસ્મરણ જ્ઞાનમાં જોતાં ભરૂચ આવી અને ભવ્ય પ્રાસાદ બનાવ્યો જે સમલિકા વિહાર, સમડી વિહાર વગેરે નામોથી પ્રચલિત બન્યો. ત્યાર બાદ સમ્રાટ સંપ્રતિ, સમ્રાટ વિક્રમાદિત્ય, આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિજીના ઉપદેશથી રાજા સાતવાહન તથા આચાર્ય શ્રી વિજયસિંહસૂરિજીના ઉપદેશથી મંત્રી આંબડ વગેરેએ અને છેલ્લે શ્રી સંઘે આ તીર્થના ઉદ્ધાર કરાવ્યા.
૧૧ મી સદી આસપાસના સમયમાં શ્રી ખપુટાચાર્યના વંશમાં થઈ ગયેલ આચાર્ય શ્રી વિજયસિંહસૂરિએ ભરૂચમાંથી જ પાંચ હજારની રકમ એકઠી કરી લાકડાનું મંદિર કરાવ્યું. ત્યાર બાદ વિ. સં. ૧૨૨૨માં મંત્રી ઉદયનના પુત્ર આંબડે કાઠના શકુનિકા વિહારનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને ૩૨ લાખ સોનૈયાનો ખરચ કરી પાષાણનો બનાવ્યો. શરૂમાં સેંધવા દેવીએ ઘણા ઉપદ્રવ કર્યા અને મંદિર બનાવવા માટે બત્રીસ લક્ષણા પુરુષનો ભોગ માંગવાથી મંત્રી આંબડ પોતે તૈયાર થયા, ત્યારે દેવી પ્રસન્ન થઈ અને મંદિરનું કાર્ય પૂર્ણ થયું. ત્યારબાદ કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના વરદ્ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. રાજા કુમારપાળે અહીં ઉતારેલી આરતી અમર બની ગઈ. આચાર્ય શ્રી વીરસૂરિના શિષ્ય શ્રી જયસિંહસૂરિએ ભરૂચના શ્રી મુનિસુવ્રતસ્વામીની યાત્રાએ આવેલાં તેજપાળ મંત્રી સમક્ષ કાવ્યથી સ્તુતિ કરી અને આંબડના શકુનિકા વિહારમાંની ૨૫ દેવકુલિકા માટે સુવર્ણ ધ્વજદંડ બનાવી આપવા પ્રેરણા કરી.
સં. ૧૨૮૨માં વસ્તુપાલે ખંભાતના આચાર્ય મલવાદીના વ્યંગ્ય ઉપદેશથી પોતાની ચાંદીની પાલખી દાનમાં આપી. તે ચાંદીમાંથી જિન પ્રતિમા બનાવી સ્નાત્રપૂજા માટે ભરૂચના શકુનિકા વિહારમાં અર્પણ કરી હતી.
વાઘેલા વંશના છેલ્લા રાજા કર્ણદેવ સુધી આ શકુનિકા વિહાર અસ્તિત્વમાં હતો. મંત્રી