SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ વડોદરાનાં જિનાલયો દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૩ છે. ગામમાં બે માળનો ૧ ઉપાશ્રય તેમજ ૬ રૂમ ધરાવતી ૧ ધર્મશાળા છે. નર્મદા જીલ્લાના નીકોલી ગામમાંથી શ્રી સુમતિનાથ ભગવાનની ધાતુ પ્રતિમા, ભરૂચ જીલ્લાના પણેથા ગામનું શ્રી શીતલનાથ ભગવાનનું ઘરદેરાસર અને અશા ગામના દેરાસરમાંથી ધાતુ પ્રતિમા અહીં પધરાવવામાં આવેલ છે. ઐતિહાસિક સંદર્ભ સંવત ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૫ પાષાણ પ્રતિમાઓ અને ૨ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે ૧૯૯૫માં આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ વીરચંદ બેચરદાસ ભગત તેનો વહીવટ કરતાં હતા. દેરાસરની સ્થિતિ સારી હતી. જિનાલયનો સમય સં. ૧૯૯૫નો છે. (૨) શ્રી સુમતિનાથ જિનાલય (સં. ૨૦૧૬). દરબાર રોડ, રાજપીપળા. તા. નર્મદા. ભરૂચથી ૭૦ કિ. મી.ના અંતરે આવેલ રાજપીપળામાં દરબાર રોડ પર શ્રી સુમતિનાથ ભગવાનનું ઘુમ્મટબંધી જિનાલય આવેલું છે જેનો બહારનો દેખાવ સુંદર છે. નાની-નાની રંગીન છત્રીઓ જાણે કે ઝરૂખા જેવી ભાસે છે. જાળીના બારણાંમાંથી પ્રવેશતાં નીચે ઉપાશ્રય છે અને પછી ૨૦ પગથિયાં ઉપર ચઢતાં લોખંડનો ઝાંપો આવે છે જયાંથી જિનાલયમાં પ્રવેશ થાય છે. ' જિનાલયની પ્રતિષ્ઠા અંગેની પ્રશસ્તિ લેખ નીચે મુજબ છે. કચ્છ વાગડ દેશોદ્ધારક દાદા શ્રી શ્રી શ્રી જિનવિજયજી મહારાજાના પટ્ટાલંકાર તેજસ્વી પુરુષ શ્રીમાન હરવિજયજી મહારાજાના પટ પ્રભાકર ગણાધિપતિ આ. બાળ બ્રહ્મચારી પ્રભાવી પુરુષ સ્વ. પંન્યાસ પ્રવર શ્રીમાનું તિલકવિજયજીગણિવર્યના શિષ્ય વિદ્વર્ય પંન્યાસ શ્રીમાનું રંજન વિજયજી ગણિવર તથા તેમના શિષ્યરત્ન શ્રીમાન ભદ્રાનંદ વિજયજી મહારાજ ભરૂચના ચાર્તુમાસ બાદ અત્રે પધારતાં તેઓશ્રીની નિશ્રામાં શ્રી રાજપીપળામાં મૂળનાયક શ્રી સુમતિનાથ પ્રભુ તથા જમણી બાજુએ શ્રી મહાવીરસ્વામી અને ડાબી બાજુ શ્રી મુનિસુવ્રતસ્વામીની પ્રતિષ્ઠા તેઓશ્રીએ આપેલ મુહૂર્ત મુજબ વિક્રમ સં. ૨૦૧૬ના મહા સુદ ૧૧ સોમવારે ૮-૨-૧૯૬૦, ૧૨ કલાક ૧૨ મિનિટે અમૃત સિદ્ધ યોગ, રવિયોગ મેષ લગ્ન અને ધનના નવમાંશે મેગાત્રના સુમધુર નાદ સાથે વ. ૭.” જિનાલયમાં પ્રવેશતાં લાંબો રંગમંડપ આવે છે જ્યાં શ્રી શત્રુંજય તીર્થપટ છે તેમજ ગોખલામાં યક્ષ-યક્ષિણીની પ્રતિમા બિરાજમાન છે. પ્રભુજીને પ્રદક્ષિણા આપવા માટે જગ્યા
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy