________________
૨૩૨
વડોદરાનાં જિનાલયો
સ્થાનિક વડીલોનાં જણાવ્યા મુજબ મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા સંપ્રતિ રાજાના સમયની છે.
દેરાસરની સ્થાપના વિ. સં. ૨૦૦૮માં થયેલ છે જેનો જીર્ણોદ્વાર વિ. સં. ૨૦૧૯માં થયેલ છે. આ. શ્રી પૂર્ણાનંદસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં પુનઃપ્રતિષ્ઠા થયેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૬ છે. તે નિમિત્તે સંઘ તરફથી શ્રીસંઘજમણ રાખવામાં આવે છે તેમજ ચઢાવો બોલીને ધ્વજારોહણ કરવામાં આવે છે.
આ વિસ્તારમાં શ્રાવક-શ્રાવિકાનો ૧-૧ ઉપાશ્રય આવેલ છે તેમજ આશરે ૫૦ થી ૬૦ પુસ્તક ધરાવતો જ્ઞાનભંડાર છે. આયંબિલની' ઓળીમાં અહીં આયંબિલ કરાવવામાં આવે છે. ગામમાં હાલ ૬૦ જૈન કુટુંબો વસે છે તેમજ છેલ્લા ૫૦ વર્ષમાં ગામમાંથી ૧ મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
(૭) શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ જિનાલય
શ્રી શાંતિનાથજીના દેરાસરની બાજુમાં, લીમડી. તા. ઝાલોદ.
લીમડી ગામમાં ખીમસરા બજારની સામે શ્રી શાંતિનાથજીના દેરાસરની બાજુમાં મૂળનાયક શ્રી સહસ્રફણા પાર્શ્વનાથનું શિખરબંધી, સાદા પત્થર અને આરસનું દેરાસર આવેલું છે.
દેરાસરમાં વિવિધ તીર્થપટ તેમજ ગભારાની બહાર યક્ષ-યક્ષિણીની મૂર્તિ બિરાજમાન છે. એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી સહસ્રફણા પાર્શ્વનાથની ૪૧" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ છે.
“તીર્થોદ્ધારક આચાર્ય શ્રી વિજય નેમીસૂરીશ્વર શ્રી વિજય શુભંકરસૂરીશ્વરૈઃ ઇદમ્ બીંમ્બં પ્રતિષ્ઠિત. સ્વસ્તિ શ્રી વિ. સં. ૨૦૫૫ વૈશાખ સુદ ૫ સોમવા૨ લીમડી નગરે ધરણેન્દ્ર પદ્માવતી અષ્ટ સહસ્રફણા યુક્તમ્ શ્રી. શ્રી. શ્રી. શ્રી પાર્શ્વનાથ બીમ્બર્ આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વર શિષ્ય શ્રી અનુયોગાચા૨ી સૂર્યોદયસાગરેણં ચ કારીતમ્ ચ । '
-
દેરાસરની વર્ષગાંઠ તિથિ માગશર સુદ ૬ છે. તે નિમિત્તે સંઘ તરફથી શ્રીસંઘજમણ રાખવામાં આવે છે તેમજ ચઢાવો બોલીને ધ્વજા ચડાવવામાં આવે છે.