SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ૨૨૯ ૩-૭૨, તથા નૂતન જિનાલયમાં પ્રભુ પ્રવેશ સં. ૨૦૨૯ વૈશાખ વદિ ૧૧ સોમવાર ૨૮-૫૭૩ આદિનાં તમામ શુભમુહૂર્તે પ. પૂ. શાસન સમ્રાટ તપા. આ. શ્રી નેમિસૂરીશ્વરજી મહારાજના પટ પૂ. આ. શ્રી વિજયોદયસૂરીશ્વરજીના પટ પૂજ્ય આ. શ્રી નંદનસૂરીશ્વરજી મહારાજે ફરમાવ્યા પ્રમાણે કરવામાં આવ્યો છે અને પૂ. શા. સ.ના પટ વિજ્ઞાનસૂરીશ્વરજીના પટ પૂ. આ. શ્રી કસ્તુરસૂરીશ્વરજીના પટ યશોભદ્રસૂરીશ્વરજીના પટ આ. શ્રી વિજયશુભંકરસૂરિજી તથા તેમના પટ પૂ. આ. શ્રી સૂર્યોદયસૂરિજી આદિની પુનિત નિશ્રામાં ભવ્ય અષ્ટાત્વિકા મહોત્સવ પૂર્વક વિ. સં. ૨૦૩૩ના વૈશાખ વદિ ૧૧ શુક્રવાર તા. ૧૩-૫-૭૭ના દિવસે શુભ લગ્ન આ જિનાલયમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન વગેરે સાત જિનબિંબો તથા યક્ષયક્ષિણીની પ્રતિષ્ઠા શ્રી સંઘે કરાવી છે. આ લેખ મુનિ શ્રી શીલચંદ્રિવજયજી મહારાજે લખ્યો છે. શુભ ભવતુ સંઘસ્ય. ” રંગમંડપમાં ઘુમ્મટમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦ ભવ, ૨૪ યક્ષ-યક્ષિણી, ૨૪ ભગવાન, નવગ્રહ, અષ્ટમંગલનું ચિત્રકામ જોવા મળે છે. અહીં દિવાલ પર વિવિધ તીર્થપટ જોવા મળે છે. ગભારાની બહાર સામ-સામે બે ગોખમાં શ્રી પાર્શ્વયક્ષ અને શ્રી પદ્માવતી માતાની મૂર્તિ બિરાજમાન છે. એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની ૧૫" ની પ્રતિમા સહિત ૭ પાષાણ પ્રતિમાઓ તથા ૧૪ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે તેમજ ડાબી બાજુના ગોખમાં શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની પ્રતિમા પરના લેખમાં સં. ૧૫૪૫ વાંચી શકાય છે. શિખરમાં એક નાની ઓરડીમાં દર્શનીય પ્રતિમા બિરાજમાન છે. ડાબી તરફ કેસર-સુખડની રૂમની બાજુમાં શ્રી જિનદત્તસૂરિ અને શ્રી જીનકુશલસૂરિનાં પગલાં બિરાજમાન છે. પગલાં પર લેખ “સં. ૧૯૫ર માઘ સુદી 2 ને ગુરુવારે . . . . . . . . . . . . . ” વાંચી શકાય છે. વિ. સં. ૨૦૩૩માં શ્રી શુભંકરસૂરિજીની નિશ્રામાં શેઠ શ્રી નગીનદાસ ગીરધરલાલ પરિવારે પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ વદ ૧૧ છે. તે નિમિત્તે સંઘ તરફથી શ્રીસંઘજમણ રાખવામાં આવે છે, પ્રભાવના કરવામાં આવે છે તેમજ ચઢાવો બોલી ધ્વજારોહણ કરવામાં આવે છે. ગામમાં શ્રાવક-શ્રાવિકાના બંનેના ઉપયોગ માટે એક જ ઉપાશ્રયમાં બે ઉપાશ્રય છે. આશરે ૫૦ પુસ્તકો ધરાવતો જ્ઞાનભંડાર તેમજ પાઠશાળા છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy