________________
વડોદરાનાં જિનાલયો
૨૨૧
બંધાવ્યું હતું. શ્રી શંકરલાલ ગોકલદાસ તેનો વહીવટ કરતાં હતા. ૧ ગુરુમૂર્તિનો ઉલ્લેખ છે. દેરાસરની સ્થિતિ સારી હતી.
(૨૩) શ્રી કુંથુનાથ ગૃહ ચૈત્ય શ્વેતાંબર ઘરદેરાસર, મોટા બજાર, સંતરામપુર. તા. સંતરામપુર. સંતરામપુર તાલુકાના મોટા બજાર મધ્યે શ્રી મહેશભાઈ ભગવાનદાસ ગાંધીના ઘરમાં નાના રૂમમાં દેરાસર બનાવવામાં આવ્યું છે. જેમાં નાની ઓટલી જેવું બનાવી મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનની ૧૧" ની પાષાણ પ્રતિમા તથા ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ પ્રાપ્ત થાય છે.
વિ. સં. ૨૦૩૨ વીર સં. ૨૧૦૨ શ્રી કુંથુનાથ જિનબિંબ સંતરામપુર ગુજરાત નિવાસી ગાંધી સનતકુમાર ભગવાનદાસ શણગારીબેન પ્રતિષ્ઠીત તપાગચ્છીય . . . . . . . . . . . . શ્રી કુંથુનાથ જિનબિંબ કારાપિત.”
સુશ્રાવિકા શ્રીમતી શણગારીબેને ઉપધાન તપની આરાધના કરેલ ત્યારબાદ તેમની ધર્મભાવનાથી પ્રેરાઈને વિ. સં. ૨૦૩૨માં સદર ઘરદેરાસરની પ્રતિષ્ઠા શ્રી મહેશભાઈના માતુશ્રી શણગારીબેન તથા ભાઈ સનતકુમારના હસ્તે કરવામાં આવી હતી.
ગામમાં હાલ ૧૦ જૈન કુટુંબો વસે છે.
(૨૪) શ્રી સુમતિનાથ જિનાલય
રામપુરા. તા. જાંબુઘોડા. જાંબુઘોડાથી ૧ કિ. મી.ના અંતરે આવેલું રામપુરા ગામમાં મૂળનાયક શ્રી સુમતિનાથ પ્રભુનું ઘરદેરાસર આવેલું છે.
એક ગર્ભદ્વારવાળા ગભારા મળે મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાનની ૧૩" ની પ્રતિમા સહિત ૨ પાષાણ પ્રતિમાઓ તેમજ ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
વિ. સં. ૨૦૫૯માં પૂ. જગચંદ્રસૂરિ મ. સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
ગામમાં શ્રી સુમતિનાથ જૈન પાઠશાળા આવેલ છે. તેમાં આશરે ૩૦ વિદ્યાર્થીઓ ધાર્મિક