SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ વડોદરાનાં જિનાલયો (૨૨) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય લુણાવાડા. તા. લુણાવાડા. પંચમહાલ જિલ્લાનાં લુણાવાડા ગામમાં પીપલી બજાર મધ્યે ખારાકુવા વિસ્તારમાં મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું આરસનું બનેલું, ભોંયરા સાથેનું, બે માળનું શિખરબંધી દેરાસર આવેલું છે. બજારના મુખ્ય માર્ગ પરથી નાની ગલીમાં પ્રવેશી તુરત તેનું પ્રવેશદ્વાર આવે છે. ત્રણ બાજુથી વીસેક પગથિયાં ચઢતાં પત્થરનાં કોતરણીયુક્ત સ્તંભો તથા કમાનો છે. પ્રવેશદ્વારની આજુબાજુ દ્વારપાળની કૃતિ છે. અહીં બહાર ઓટલા પર ૩ ગોખ પૈકી મધ્યના ગોખમાં શ્રી માણિભદ્રવીરની મૂર્તિ તથા આજુબાજુના ગોખમાં શ્રી મણિવિજયજી મ. સા. અને શ્રી ગુલાબવિજયજી મ. સા. ની પ્રતિમા બિરાજમાન છે. પ્રવેશદ્વારની ઉપરની ધાબાની દિવાલ પર ત્રણ સુંદર ઝરૂખાની રચના છે તથા રંગીન પૂતળીઓ અને સુંદર ફૂલો ઉપસાવેલાં દેખાય છે. દેરાસરની બજાર તરફની બહારની દિવાલ પર પણ સુંદર કોતરણી છે. જર્મન-સિલ્વરના બનેલાં ચાર પ્રવેશદ્વારમાંથી રંગમંડપમાં પ્રવેશ થાય છે જ્યાં છતમાં શ્રી મહાવીરસ્વામીના ૨૭ ભવ અને જીવનચરિત્રના અંશોનું સુંદર ચિત્રકામ છે. રંગમંડપમાં સુંદ૨ રંગીન કમાનોથી યુક્ત સ્તંભો પણ જોવા મળે છે. રંગમંડપમાં ગભારાની આજુબાજુ ભમતી માટેની જગ્યામાં જવાના બે દ્વાર છે તેમજ ગર્ભદ્વારની બહાર બે બાજુ ગોખમાં સામ-સામે શ્રી અરિહંત પ્રભુની પ્રતિમાજી તથા શ્રી પદ્માવતી માતા અને શ્રી ધરણેન્દ્ર દેવની મૂર્તિ બિરાજમાન છે. વળી, વિવિધ તીર્થંપટ અને તીર્થંકર પરમાત્માના જીવનચરિત્રના અંશાનું ચિત્રણ પણ જોવા મળે છે. એક ગર્ભદ્વા૨વાળા ગભારામાં મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ૨૭" ની પ્રતિમા સહિત ૧૦ પાષાણ પ્રતિમાઓ (ગભારામાં ૮+ રંગમંડપમાં ૨) અને ૧૭ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. પાંચેક પગથિયાં ચઢીને ઉપર શિખરમાં નાનો ગભારો છે જ્યાં શ્રી ધર્મનાથ ભગવાનની ૧૫" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ બિરાજમાન છે. અહીં છતમાં શ્રી નેમિનાથ ભગવાનની જાનનું સુંદર રંગીન ચિત્રકામ જોવા મળે છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ શ્રાવણ સુદ ૧ છે. તે નિમિત્તે સંઘ તરફથી સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવે છે, પૂજા ભણાવવામાં આવે છે તેમજ ચઢાવો બોલીને ધ્વજારોહણ કરવામાં આવે છે. ઐતિહાસિક સંદર્ભ સંવત ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૮ પાષાણ પ્રતિમાઓ અને ૧૬ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે સંવત ૧૯૪૦માં આ દેરાસર
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy