________________
વડોદરાનાં જિનાલયો
૨૧૯
નૃત્યમંડપમાં પ્રવેશ થાય છે. પ્રવેશતાં જ તુરંત દિવાલ પર વિવિધ તીર્થપટ તથા શ્રીપાળ રાજા અને મયણાસુંદરીના જીવનપ્રસંગો ચિત્રિત કરેલાં છે. વળી ગોખલામાં શ્રી પદ્માવતી દેવી અને શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા છે. નૃત્યમંડપની જમણી બાજુ ૨-૩ પગથિયાં ચઢીને રંગમંડપમાં પ્રવેશ થાય છે, જયાં ગુરુમહારાજના ૫ જોડ પગલાં તેમજ પ્રવેશદ્વારની બે બાજુ ગોખલામાં યક્ષયક્ષિણીની મૂર્તિ તેમજ શ્રી માણિભદ્રવીરની મૂર્તિ બિરાજમાન છે. અહીંથી ગૂઢમંડપમાં પ્રવેશ થાય છે જ્યાં જમણી બાજુ ગોખમાં શ્રી સીમંધરસ્વામીની પાષાણ પ્રતિમા બિરાજમાન છે. અહીં દિવાલ પર લેખ છે જે નીચે મુજબ છે.
સં. ૧૯૫૧ વર્ષે લુણાવાડા નગરે મહારાણા શ્રી વખતસિંહજી કે. સી. આઈ. ઉપપધારક સ્વરાજયે લોંકાગચ્છીય શ્રી પૂજ્ય શ્રી નરપતિ ચંદ્રસૂરીશ્વર સ્ય પાર્વો નિમા વંશીય વૃદ્ધ શાખામાં સાત શ્રી પસા કેવલદાસ તત્સત કુબેરદાસસ્ય ભાર્યા જમનાબાઈના પ્રતિષ્ઠા કારાપિતા માહા સુદ ૧૩ ગુરુ. ”
ત્રણ ગર્ભદ્વારવાળા ગભારા પૈકી મુખ્ય ગભારા મળે મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનની ૧૯" ની પ્રતિમા બિરાજમાન છે. દેરાસરમાં કુલ ૧૮ પાષાણ પ્રતિમાઓ અને ૨૯ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ છે.
“સંવત ૧૯૮૩ના વર્ષ સાકે ૧૭૬૮ પ્રવર્તમાને માઘ માસે કૃષ્ણ પક્ષે પંચમાં ભૂગૌવાસરે અહમદાવાદ વાસ્તવ્ય ઉસવાલ જ્ઞાતીય વૃદ્ધશાખામાં સીસોદીયા વંશે કુંકુમતલ ગોત્રીય શ્રેષ્ઠી વખતચંદ ખુસાલચંદ તસ્ય . . . . . . . . . . . . . . ”
નૃત્યમંડપમાંથી ભોંયરામાં પ્રવેશ થાય છે જયાં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની ૧૫" ની પ્રતિમા સહિત ૭ પાષાણ પ્રતિમાઓ અને શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ બિરાજમાન છે તથા રંગમંડપમાં શ્રી પાવાપુરીનો પટ છે.
શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ છે.
“સંવત ૧૮૯૩ શાકે ૧૭૦૫ માઘ માસે કૃષ્ણ પક્ષે ૧૦ તિથૌ બુધવારે શ્રી રાજનગર વાસ્તવ્ય ઉસવાલ જ્ઞાતીય સા. ખીમાસા નીહાલચંદ તસ્ય પુત્ર ખુસાલચંદ તસ્ય પુત્ર કેસરીચંદ ભાર્યા સુરતબાઈ સ્વ. શ્રેયાર્થ શ્રી અજિતનાથ સ્વામિ બિંબ કારાપિત . . . . . . . . . . .. શ્રી શાંતિસાગરસૂરીશ્વરભિઃ પ્રતિષ્ઠાપિત . . . . . . . . . . . . . ”
નૃત્યમંડપમાંથી જમણી બાજુ બહાર આવતાં ચોકમાં નાનું ગુરુમંદિર છે જ્યાં ગચ્છાધિપતિ આચાર્ય શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મ. સા. ની આરસની પ્રતિમા બિરાજમાન છે.