________________
૨૧૮
વડોદરાનાં જિનાલયો
વિ. સં. ૧૭૯૨માં દેરાસરની પ્રથમ પ્રતિષ્ઠા મુનિ શ્રી નવિમલસૂરિજી મ. સા. ની નિશ્રામાં ચલપ્રતિષ્ઠા થઈ હતી. તેમજ વિ. સં. ૨૦૨૨માં દેરાસરની દ્વિતીય પ્રતિષ્ઠા આચાર્ય શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં થયેલ જેનો લાભ મહાસુખભાઈ જયચંદભાઈ પરીખ પરિવારે લીધો હતો.
દેરાસરની વર્ષગાંઠ તિથિ માગશર સુદ ૬ છે જે નિમિત્તે શેઠ શ્રી નગીનદાસ મહાસુખભાઈ પરીખ પરિવાર તરફથી સ્વામી-વાત્સલ્ય રાખવામાં આવે છે તેમજ શ્રી રજનીકાંત વાડીલાલ ગાંધી પરિવાર તરફથી ધ્વજારોહણ કરવામાં આવે છે.
આ લુણાવાડા ગામનું પ્રાચીન નામ લવણપુર હતું. આ ગામમાં હાલ શ્રાવક-શ્રાવિકાના કુલ ૩ ઉપાશ્રય છે તેમાં દેરાસરની સામે આવેલા ઉપાશ્રયમાં આ. શ્રી માણિજ્યસાગરસૂરીશ્વરજી મ. સા. ની પ્રતિમા છે. વળી જ્ઞાનભંડાર પણ છે અને શ્રી ગુલાબવિજય જૈન પાઠશાળા છે જેમાં ૨૫ વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં હાલ આશરે ૧૩૦ જૈન કુટુંબો વસે છે. છેલ્લા ૫૦ વર્ષમાં ગામમાંથી ૪૦ મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે. છેલ્લે વિ. સં. ૨૦૫૯ના મહા સુદ ૭ના રોજ ગામની એક યુવતીએ દીક્ષા ગ્રહણ કરી હતી.
વિશેષ - દેરાસરની વર્ષગાંઠના દિવસે ચાંદીનો રથ ગામમાં રથયાત્રા દરમિયાન ફેરવવામાં આવે છે.
પૂ. શ્રી મણિયસાગરસૂરીશ્વરજી મ. સા. આ જ ગામમાં કાળધર્મ પામ્યાં હતા અને તેમને અગ્નિદાહ પણ આ જ ગામમાં આપવામાં આવેલ જે સ્થળે હાલ તેઓશ્રીનાં પગલાં છે. ભવિષ્યમાં મોટું ગુરુમંદિર બનાવવામાં આવનાર છે.
ઐતિહાસિક સંદર્ભ સંવત ૨૦૧૦માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૩ર પાષાણ પ્રતિમાઓ અને ૩૯ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યું હતું. મહાસુખરામ ખેમચંદ તેનો વહીવટ કરતા હતા. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખની સંવત ૧૬૯૭ છે. દેરાસરની સ્થિતિ સારી હતી.
(૨૧) શ્રી સંભવનાથસ્વામી જિનાલય
દેરાફળી, લુણાવાડા. તા. લુણાવાડા. શ્રી વાસુપૂજયસ્વામી પ્રાસાદની બાજુમાં જ મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનનું સાદા પત્થર તથા આરસનું બનેલું ભોંયરાવાળું શિખરબંધી દેરાસર આવેલું છે.
શ્રી વાસુપૂજ્ય સ્વામી પ્રાસાદ અને આ દેરાસરનું પ્રવેશદ્વાર એક જ છે જયાંથી