________________
વડોદરાનાં જિનાલયો
૨૧૭
બિરાજમાન છે. રંગમંડપમાં પ્રવેશતાં તરત જ દિવાલ પર વિવિધ તીર્થપટ છે જેમાં શ્રી સિદ્ધચક્ર, શ્રી સમેતશિખર, શ્રી ગિરનારજી અને શ્રી સિદ્ધાચલજી મુખ્ય છે. વળી શ્રીપાળ રાજા અને મયણાસુંદરીની સુંદર ઊભી પ્રતિમા અને શ્રી સિદ્ધચક્ર યંત્ર કાચની પેટીમાં આરક્ષિત છે. અહીં એક બાજુ દિવાલ પર એક લેખ છે જે નીચે મુજબ છે. “નમઃ શ્રી પરમાત્માને
સકલ કુશલ વલ્લી, પુષ્પરાવર્ત મેઘો; દુરિત તિમિર ભાનુ, કલ્પવૃક્ષોપમાનઃ, ભવજલનિધિ પોતઃ, સર્વ સંપત્તિ હેતુ,
સ ભવતુ સતત વ: શ્રેયસે શાંતિનાથ / નાભેયઃ શ્રીયમાદ ધાત્રુ તyતાં શાંતિ ય શાંતિઃ સદા દયાધિષ્ટમરિષ્ટ નેમિ ૨ શીવમ વિદ્યાધ્ય પાર્શ્વપ્રભુ: વીરઃ શ્રીર તુષાર નિર્મલ યશઃ શ્રેયાંશ વિશ્રાણયત્વ અલ્પ શ્રી અજિતદયો જિનવરાઃ કુર્વતો યો મંગલ || ૨ પ્રાસાદે કલશાધિરોપણ સમં બીંબે પ્રતિષ્ઠોપમ પુણ્ય શ્રી સ્પષ્ટ સંવિભાગ કરણ | વિભ્રતિ શિષ્ટ જને / સોભાગ્યો પરિમંજરીમભિમિદ પૂર્ણે તપસ્ય વિધી યઃ શક્યાદ્ય મને વારોતિ વિધિ સમ્યક દર્શા સોગ્રણી: રા સ્વસ્તિ શ્રી નૃપ વિક્રમાક્રરાય સમયાતીત સંવત ૧૭૯૨ વર્ષે શાળે ૧૬૫૮ પ્રવર્તમાને ઉત્તરાયન ગતે શ્રી સૂર્ય વસંત ઋતૌ મહામાંગલ્ય પ્રદદે માસોત્તમ માસ વૈશાખ માસે શુક્લ પક્ષે તૃતીયાં રૂ શની શ્રીમદ્ ગુર્જરદેશે વીરપુરારવ્ય મંડલે શ્રીમલ્લવળપુરે ચૌલુવય વંશાધિરાજ મહારાણા શ્રી દયાલદાસજી તત્પટે ચંદ્રસેનજી તત્પટે શ્રી વીરસિંહજી તત્પટે મહારાજાધિરાજ મહારાણા શ્રી નાહારસીંહજી તત્પટે કુમાર શ્રી જયસિંહ આત્મજ મહારાણા શ્રી વખતસિંહજી વિજય રાજયે તત્ર વાસ્તવ્ય શુદ શ્રાવક પુના પ્રજ્ઞાવક નીમા જ્ઞાતીય વૃદ્ધ શાખામાં શ્રી સંઘ મુખ્ય ગાંધી લાલજી સુત વિસરામ સુત રાયચંદ તથા સમસ્ત સંઘેન શ્રી વાસુપૂજય પ્રાસાદ કારિતઃ | શ્રીમદ્ રાજવિજયસૂરિ તપગચ્છ તત્પટે શ્રી હરિરત્નસૂરિરન્વયે પૂ. પંડિતોત્તમ પંડિત શ્રી યશોવિમળ ગણિ તચ્છિષ્યોદ્યો ૫. શ્રી વિદ્યાવિમલ ગણિ શ્રી પ્રીતિવિમલજી પંડિત શ્રી જ્ઞાનવિમલેન પં. હર્ષવિમલ યુર્તિ શ્રી વાસુપૂજ્ય પ્રાસાદ પ્રતિષ્ઠિત
શ્રી ગણિવિનયવિમલ ઉપદેશાત્ ચિરંનંદ,
અહીંથી ચાંદીજડિત પ્રવેશદ્વારમાંથી પ્રવેશતાં ગૂઢમંડપમાં પ્રવેશ થાય છે. પ્રવેશદ્વારની ઉપરની બાજુએ દિવાલ ઉપર “ૐ”, “ઠ્ઠી” તથા “દ્વાદશાંગ પુરુષ” સુવર્ણરંગમાં ચિત્રિત કરેલ છે. અહીં બે બાજુ બે ગોખમાં તેમજ ગર્ભદ્વારની બહાર બે બાજુ ગોખમાં તીર્થંકર પરમાત્માની પ્રતિમા બિરાજમાન છે.
એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામી ભગવાનની ૧૧" ની પરિકર સહિતની પ્રતિમા બિરાજમાન છે. દેરાસરમાં કુલ ૭ પાષાણ પ્રતિમાઓ અને ૬ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે જેમાં બે ચાંદીની પ્રતિમા તથા એક ચાંદીની ચોવીસી છે.