SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ વડોદરાનાં જિનાલયો ૨૧૫ ૫ પગથિયાં ચઢતાં બે બાજુ દેરી છે જેમાં એક તરફ શ્રી માણિભદ્રવીર અને બીજી તરફ શ્રી ઘંટાકર્ણવીરની મૂર્તિ બિરાજમાન છે. ત્રણ પ્રવેશદ્વારવાળા રંગમંડપને આજુબાજુ અન્ય બે પ્રવેશદ્વાર પણ છે. રંગમંડપમાં બંને બાજુ દિવાલ પર નવ ગ્રહના નામ, તેના મંત્રો, તેનું યંત્ર તથા જે-તે ગ્રહની સાધના માટે જે ભગવાનની આરાધના કરવાની હોય તે ભગવાનની તસવીર તથા તેના જાપ વગેરે માહિતી લખેલી જોવા મળે છે. રંગમંડપમાં બે ગોખલામાં યક્ષ-યક્ષિણીની મૂર્તિ બિરાજમાન છે. પ્રશસ્તિ :- એક દિવાલ પર પ્રશસ્તિ લેખ છે જે નીચે મુજબ છે. “પ. પૂ. શાસન સમ્રાટ શ્રી નેમિસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયવર્તી ગોધરાના પનોતા પુત્ર વિદ્વાન વક્તા પૂ. મુનિ શ્રી ભુવન હર્ષવિજયજી મ. સા. ની શુભ પ્રેરણાથી અને તેઓશ્રીના સંસારી પિતા જિનદાસભાઈ વાડીલાલ શાહની મહેનતથી આ નવગ્રહ આરાધના-ધામ સ્વરૂપ ભવ્ય જિનાલયનું નિર્માણ થવા પામ્યું છે. જિનાલયનાં સર્વે જિનબિંબાદિની પ્રતિષ્ઠા વીર સં. રપર૬, વિક્રમ સં. ૨૦૫૬ તા. ૨૪/૨/૨૦૦૦ મહા વદ-૫ ગુરુવારના રોજ શુભ મુહૂર્તે પંજાબ કેસરી આ. શ્રી વલ્લભસૂરીશ્વરજી મ. સા.ના પટ્ટધર વર્તમાન ગચ્છાધિપતિ પરમાર ક્ષત્રિયોદ્ધારક પ. પૂ. આ. વિજયઇન્દ્રજિત્રસૂરીશ્વરજી આદિ ઠાણાની પાવન નિશ્રામાં થયેલ છે. આ જિનાલયના પ્રેરક મુનિશ્રીએ પોતાના સંસારી માતા-પિતાના નામ જોડી જિનાલયને “જિન સરોજ વિહાર” નામ આપેલ છે. ૦ શુભ ભવતુ ૦ મુનિ શ્રી નવરત્નવિજયજી તથા મુનિ શ્રી કલ્પથ્વજવિજયજી' ત્રણ ગર્ભદ્વારવાળા ગભારા મળે મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની ૩૧" ની પ્રતિમા સહિત ૯ પાષાણ પ્રતિમાઓ અને ૩ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. શ્રી વાસુપૂજ્યસ્વામીની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ પ્રાપ્ત થાય છે. “શ્રી વટપદ્ર નગરે હરિણી રોડ મધ્યે શ્રી વાસુપૂજ્ય સ્વામિ જિનબિંબ પ્રતિષ્ઠાપિત કલીકુંડ તીર્થોદ્ધારક પ. પૂ. આ. વિ. રાજેન્દ્રસૂરીશ્વરે , પૂ. આ. વિ. રાજશેખરસૂરીશ્વરઃ ચ કારાપિત ચ. શ્રી ગોધરા નગરે આરાધના ધામ જૈન ટ્રસ્ટ જિનાલયાર્થ શાસન સમ્રાટ નેમીસૂરી સમુદાય વર્તી ભુવન હર્ષ વિજય પ્રેરણયાં મૃદુસુંદર વિજય સદુપદેશેન ચ ખીમત વાસ્તવ્ય ધરમચંદ જોગાણે પત્ની નાથીબેન પુત્ર મફતલાલ પુત્રવધુ વાસંતીબેન પૌત્ર ધર્મેશ, પૌ. વ. હિમલ, પ્રપૌત્ર નિસર્ગ સમીપ આદિ પરિવારેં વિક્રમાળે ૨૦૫૫ વૈશાખ સુક્લા ૭ ગુરુવારે તા. ૨૨-૪-૧૯૯૯.”
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy