________________
૨૧૪
વડોદરાનાં જિનાલયો
(૧૮) શ્રી વાસુપૂજ્ય સ્વામી ગૃહ ચૈત્ય
અજન્ટા એપાર્ટમેન્ટ, રાયણવાડી, ગોધરા. તા. ગોધરા. ગોધરા શહેરના રાયણવાડી વિસ્તારમાં અજન્ટા એપાર્ટમેન્ટ વિસ્તારમાં અજન્ટા એપાર્ટમેન્ટમાં ભોયતળીયાના એક રૂમમાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું આરસનું બનેલું ધાબાબંધી ઘરદેરાસર આવેલું છે.
રંગમંડપમાં જ અલગ ઓટલો બનાવી અલગ ગભારાની રચના કરવામાં આવી છે. એક ગર્ભદ્વારવાળા ગભારામાં મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામીની ૧૭" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. પ્રભુજીની પ્રતિમા છત્રીમાં બિરાજમાન છે જેની ઉપર ૩ શિખરની રચના જોવા મળે છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા ઉપર નીચે મુજબનો લેખ છે. - “સ્વસ્તિ શ્રી વાસુપૂજ્ય સ્વામિ જિનબિંબ મુનિ શ્રી અનંતચંદ્ર વિજયોપદેશેન રાજસ્થાન નિવાસી સ્વ. પૂ. પિતા શ્રી જવાનમલ હંસરતિ તથા પૂ. માતુશ્રી મંગુબેન શ્રેયસે તપુત્ર ભીખુભાઈ તથા અમૃતલાલ શ્રાદ્ધાભ્યાં સુમિત્રા તથા . . . . . . . . . ”
વિ. સં. ૨૦૪૮માં આચાર્ય શ્રી વિજય સૂર્યોદયસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં કુસુમબેન જસવંતલાલ શાહ, બાંડીબાર પરિવારના હસ્તે દેરાસરની પ્રતિષ્ઠા કરવામાં આવી
હતી.
દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૫ છે.
આ જ વિસ્તારમાં શ્રાવક-શ્રાવિકા માટે એક જ મકાનમાં ઉપર નીચે ૧-૧ ઉપાશ્રય તેમજ પાઠશાળા પણ છે. પાઠશાળામાં કુલ ૮૦ વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ મેળવે છે.
વિશેષ :- અહીં શ્રી મહાવીરસ્વામીની વિશિષ્ટ પ્રતિમા છે. વનમાં કોઈ ઉંચી શિલા પર બિરાજમાન પ્રભુની આસપાસ બે પહેરેગીર ઊભેલાં હોય અને આસપાસ વૃક્ષ, વેલ તથા પાન વગેરે દર્શાવતી તેમજ પાછળ વિશાળ કુસુમાકારે ભામંડલ સહિતની શ્રી વીર પ્રભુની પ્રતિમા અમદાવાદ, નવરંગપુરા મધ્યે વસતાં નિત્ય સિદ્ધચક્ર પૂજન ભણાવતાં સ્વ. શેઠ શ્રી ચંદ્રકાન્તભાઈએ સંવત ૨૦૫૧માં ભરાવેલ છે.
(૧૯) શ્રી નવગ્રહ પરિપૂક્તિ શ્રી વાસુપૂજ્ય જિનાલય
વાવડી. તા. ગોધરા. ગોધરાથી દાહોદ હાઈવે રોડ પર ૩ કિ. મી.ના અંતરે આવેલ વાવડીમાં શ્રી વાસુપૂજયસ્વામી ભગવાનનું આરસનું શિખરબંધી દેરાસર તથા આરાધના ધામ આવેલ છે.