________________
૨૧૨
વડોદરાનાં જિનાલયો મોટા દરવાજામાંથી પ્રવેશતાં ખુલ્લા ચોકમાં બેસવા માટે બાંકડા ગોઠવેલા છે. મુખ્ય દેરાસરની ડાબી બાજુ દેવકુલિકામાં શ્રી આદિનાથ ભગવાનની ૨૫" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ બિરાજમાન છે.
શ્રી આદિનાથ ભગવાનની પ્રતિમા પર બે લેખ જોવા મળે છે.
જનો લેખ :- “ઉન્ડેલ ગ્રામ (રાજ.) શ્રી નાગેશ્વર પાર્શ્વ. ચૈત્યે વિ. સં. ૨૦૩૭ વીર સં. ૨૫૦૭ નેમિ સં. ૩૨ વર્ષે વૈશાખ શુક્લ ૬ શનિ . . . . . . . . . ” .
નવો લેખ :- “ચંદ્રોદયસૂરિ – આદિ – છે. રતિલાલ મંગલદાસ- સં..........” દેવકુલિકાની બહાર યક્ષ-યક્ષિણીની પ્રતિમા બિરાજમાન છે.
દેવકુલિકાની પાછળ રાયણવૃક્ષની નીચે ઘુમ્મટબંધી શ્રી સિદ્ધચક્ર મંદિર છે જેમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં અને શ્રી સિદ્ધચક્રજીનો પટ છે.
મુખ્ય દેરાસરમાં જવા આશરે ૧૫ પગથિયાં ચઢતાં વચ્ચે ઓટલા પર બે બાજુ બે હાથી છે. હાથી પર-મહાવત તેમજ રાજા-રાણીની કૃતિ જોવા મળે છે. અહીં નીચે દિવાલ પર જૂની તેમજ નવી પ્રતિષ્ઠા અંગેના લેખ જોવા મળે છે.
લેખ:- સુમતિનાથ સ્વામિને નમઃ સકલલબ્ધિ સંપન્ન શ્રી ગૌતમ ગણધરાય નમઃ ૐ શાસન સમ્રાટ વિજયનેમિસૂરીશ્વરજી સદ્ગુરુભ્યો નમ:
“સંવત ૨૦૦૨ના વર્ષે ગોધરા ગામે શ્રી મહાવીર જૈન સોસાયટીમાં તપાગચ્છીય શ્રી વિશા નીમા જ્ઞાતિના દાનવીર શ્રેષ્ઠીવર્ય મહાસુખલાલ વીરચંદે તથા એમના ધર્મપત્ની શીલાલંકાર શાલીની પરધનબેને તપા. પ્રવર્તિની સાધ્વીજી સૌભાગ્યશ્રીજીના પ્રશિષ્યા ગુણશ્રીજી મ. સા.ના શિષ્યા સાધ્વીજી રાજેન્દ્રશ્રીજી મ. સા.ના સદુપદેશથી પાંચમા તીર્થંકર શ્રી સુમતિનાથસ્વામીનો ભવ્ય પ્રાસાદ રૂ. ૬000/- અંકે રૂ. છ હજારના સદ્વ્યય કરાવ્યો છે તથા મૂ.ના. શ્રી સાચાદેવ નામે પ્રસિદ્ધ શ્રી સુમતિનાથ સ્વામીજીના જિનબિંબને અણહિલપુર નગરથી લાવ્યાં અને અન્ય શ્રી શાંતિનાથ આદિ પાંચ બિંબ મીયાગામ પાસે મીયાંમાતર ગામથી લાવ્યા તથા વેદ-ખ-શૂન્ય નેત્રાંકિત વિ. સં. ૨૦૦૪ના માઘ સુદ ૧૦ ને શુક્રવારે ઉદ્યાપન મહોત્સવપૂર્વક શ્રી સુમતિનાથસ્વામીને શા. સ. સૂચિ ચક્રવર્તિ કદમ્બગિરિ પ્રમુખનિક તીર્થોદ્ધારક તપાગચ્છાધિપતિ પૂ. પાદાચાર્ય મ. શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ. સા.ના શ્રી કસ્તૂરસૂરીશ્વરજીના વરદ્ હસ્તે પ્રતિષ્ઠિત કરાવ્યા અને શ્રી શાંતિનાથ વિ. બિબો પણ પ્રતિ. કરાવ્યા છે.
શ્રી સંઘની શાંતિ હો તેમ શ્રી જિનશાસન ચિરંજયવતુ વર્તો. ઇતિ વિ. સં. ૨૦૦૪ના માઘ સુ. ૧૩ ને રવિવારે શ્રી નેમિ-વિજ્ઞાન-કસ્તૂરસૂરીશ્વરોના ચરણાનુજ કિંકર સમાન મુનિ યશોભદ્રવિજય, મુનિ શુભંકરવિજય મુનિ ચન્દ્રોદયવિજયે આ લેખ લખ્યો છે. ”
નવી પ્રતિષ્ઠા દિન સં. ૨૦૫૭, મહા વદ-૭, બુધવાર, વીર સં. ૨૫૨૭