________________
૨૧૦
વડોદરાનાં જિનાલયો
પછી પગથિયાં ચઢીને બે બાજુ બે ગોખલામાં શ્રી ક્ષેત્રપાળજી તથા શ્રી માણિભદ્રવીરની પ્રતિમા છે. વળી, દિવાલ પર કેટલાંક પટ છે.
ત્રણ પ્રવેશદ્વારમાંથી મોટા રંગમંડપમાં પ્રવેશ થાય છે ત્યાં ઘુમ્મટબંધી ત્રણ અલગ ગભાા છે. રંગમંડપના સ્તંભો પર વાંજીંત્ર લઈને ઊભેલી પૂતળીઓ રંગમંડપની શોભામાં વધારો કરે છે. રંગમંડપમાં વચ્ચેના ભાગમાં છત પર શ્રી શાંતિનાથ ભગવાનના ૧૧ ભવ તથા છેલ્લા ભવના પાંચ કલ્યાણક ચિત્રિત કરેલાં છે. જમણી બાજુ છત પર શ્રી પાર્શ્વનાથ ભગવાનના ૮ ભવ તથા છેલ્લા ભવના પાંચ કલ્યાણક તેમજ ડાબી બાજુ છત પર શ્રી મહાવીરસ્વામી ભગવાનના પાંચ કલ્યાણક ચિત્રિત કરેલાં જોવા મળે છે. ચાર બાજુ ચાર ગોખલામાં અધિષ્ઠાયક દેવ-દેવી તથા યક્ષ-યક્ષિણીની પ્રતિમા બિરાજમાન છે. દિવાલ પર શ્રી અરિહંત પરમાત્માના જીવનના કેટલાક પ્રસંગો તથા જૈન કથાઓના કેટલાંક વિશિષ્ટ પાત્રોની કથા સહિતના પટો અને કેટલાંક તીર્થોના પટ જોવા મળે છે. ત્રણેય ગભારાને ફરતે પ્રદક્ષિણા દેવાની જગ્યા છે જ્યાં ગભારાની દિવાલ પર તે-તે દિશાના દેવીની મૂર્તિ બિરાજમાન છે. રંગમંડપની ફર્શ પણ સુંદર ડિઝાઇનવાળી છે. રંગમંડપમાં કાચના કબાટમાં કેટલીક ચાંદીની કૃતિ દર્શનાર્થે રાખેલ છે જેમાં શ્રી કલ્પવૃક્ષ, શ્રી પાવાપુરી તીર્થ, શ્રી સમવસરણ, શ્રી પદ્માવતી દેવી તથા પારણાની કૃતિ છે.
ત્રણ ગભારા પૈકી મુખ્ય ગભારામાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૨૫" ની પ્રતિમા સહિત ૫ પાષાણ પ્રતિમાઓ છે. જમણી બાજુના ગભારામાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની ૨૫" ની પ્રતિમા સહિત ૧૧ પાષાણ પ્રતિમાઓ છે તેમજ ડાબી બાજુનાં ગભારામાં શ્રી ધર્મનાથ ભગવાનની ૧૫" ની પ્રતિમા છે. અહીં નીચે પબાસન પર શ્રી મહાવીરસ્વામી ભગવાનની ૯" ની પ્રતિમા છે. ગભારામાં કુલ ૧૦ પાષાણ પ્રતિમાઓ છે. ત્રણેય ગભારામાં મળીને કુલ ૨૯ ધાતુ પ્રતિમાઓ છે.
શ્રી ધર્મનાથ ભગવાનની પ્રતિમા પરનો લેખઃ
“સંવત ૧૯૭૩ વર્ષે શાકે ૧૭૬૮ પ્રવર્તમાને અમદાવાદ વાસ્તવ્ય
39
ભોંયરું
દેરાસરના રંગમંડપમાંથી ભોંયરામાં જવાય છે. ખૂબ જ નાના ભોંયરામાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની ૧૫" ની પ્રતિમા સહિત ૭ પાષાણ પ્રતિમાઓ બિરાજમાન છે.
પ્રાચીન અને ચમત્કારી એવી આ પ્રતિમાઓના પ્રભાવથી જ ગોધરામાં કોમી રમખાણો દરમિયાન ફાટી નીકળેલી આગમાં પણ આ જિનાલયનો દ્વારથી માંડી ગર્ભગૃહ સુધીનો સંપૂર્ણ ભાગ હેમખેમ બચી ગયો હતો. આજુબાજુના રહેણાંકનાં મકાનો આગમાં ખાખ થઈ ગયાં હતાં, પરંતુ જિનાલયના શિખર પણ સુરક્ષિત રહેવા પામ્યાં હતાં.
દેરાસરની સ્થાપના વિ. સં. ૧૯૯૮માં શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં પ્રથમ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારબાદ સં. ૨૦૧૯માં જીર્ણોદ્ધાર કરાવી શ્રી સુરેન્દ્રસાગરજી મ. સા. ની નિશ્રામાં પુનઃપ્રતિષ્ઠા થયેલ છે.