________________
૨૦૪
વડોદરાનાં જિનાલયો વિ. સં. ૨૦૪૦માં આચાર્ય શ્રી વિક્રમસૂરીશ્વરજી મ. સા. તથા તેમના શિષ્ય પરિવારની નિશ્રામાં શેઠ શ્રી બાબુભાઈ રતીલાલ પરિવારના હસ્તે પ્રતિષ્ઠા થઈ હતી.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૧૩ છે જે નિમિત્તે સંઘ તરફથી સ્વામીવાત્સલ્યનું આયોજન કરવામાં આવે છે તેમજ બાબુભાઈ રતિલાલ ભણસાલી પરિવાર તરફથી દર વર્ષે ધ્વજારોહણ કરવામાં આવે છે.
દેરાસરની પાછળ આરાધના ભુવન પણ છે.
(૯) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ગૃહ ચૈત્ય
નાની રણભેટ. તા. હાલોલ હાલોલથી ૨૦ કિ. મી.ના અંતરે આવેલ નાની રણભેટ ગામમાં મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું છાપરાબંધી ઘરદેરાસર આવેલું છે. આ ગામનું પ્રાચીન નામ અંકેડીયા
હતું.
બે ગર્ભદ્વારવાળા ગભારા મધે મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથની ૧૩" ની ૧ પાષાણ પ્રતિમા તેમજ ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
વિ. સં. ૨૦૪૧માં આચાર્ય શ્રી ઇન્દ્રજિન્નસૂરી મ. સા. ની નિશ્રામાં શેઠ શ્રી મહેન્દ્રભાઈ તથા રાજુભાઈ પર્વતભાઈના હસ્તે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
દેરાસરની વર્ષગાંઠને દિવસે સ્વામીવાત્સલ્યનું આયોજન કરવામાં આવે છે, તેમજ ચઢાવો બોલીને ધ્વજારોહણ કરવામાં આવે છે.
ગામમાં ઉપાશ્રય બનાવવાનું કામ ચાલુ છે. કુલ ૧૦ જૈન કુટુંબોની વસ્તી ધરાવતાં આ ગામમાંથી ૩ મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
(૧૦) શ્રી મુનિસુવ્રતસ્વામી જિનાલય
ખારાદરા, તા. હાલોલ હાલોલથી ૨૩ કિ. મી.ના અંતરે આવેલ પ્રાચીન અંકેડીયા નામ ધરાવતાં હાલના ખારાદરા ગામમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનનું ઘુમ્મટબંધી દેરાસર આવેલ છે.
બે ગર્ભદ્વારવાળા ગભારા મળે મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની ૨૧" ની ૧ પાષાણ પ્રતિમા તથા ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.
વિ. સં. ૨૦૧૭માં પ. પૂ. મુનિ શ્રી હેમહંસવિજય મ. સા. તથા મુનિ શ્રી કુશલસિદ્ધિ