________________
વડોદરાનાં જિનાલયો
૨૦૩
(૮) શ્રી સંભવનાથ જિનાલય
હાલોલ. તા. હાલોલ પંચમહાલ જિલ્લાના હાલોલ ગામમાં મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનનું શિખરબંધી આરસનું દેરાસર આવેલું છે.
- દેરાસરની ફરતે શિખરની રચનાયુક્ત કાંગરીવાળી ઊંચી દિવાલ છે. તેમજ દિવાલને લોખંડના દ્વાર છે. ચોકમાં પ્રવેશતાં ડાબી બાજુ નાની ફૂલવાડી તેમજ જમણી બાજુ ચોક તથા પાછળ ઑફિસ અને ધર્મશાળા છે.
પ્રતિષ્ઠા શિલાલેખ નીચે મુજબ છે.
“શ્રી તપાગચ્છ ગગનનભોમણિ જૈનરત્ન વ્યાખ્યાન વાચસ્પતિ કવિકુલકિરીટ પૂ. આ. દેવ શ્રીમદ્ લબ્ધિવિજયસૂરીશ્વરજીના પરમ પ્રભાવક તેમના શિષ્ય આ. વિક્રમસૂરીશ્વરજી મ. એ પૂ. પંન્યાસ જિનભદ્ર તથા રાજયશવિજય તથા અમારા સંસારી લઘુ બંધુ મુનિરાજ વિકૃતયશ વિજય. આદિ મુનિ પરિવાર તથા સાધ્વીજી મહારાજ પરિવાર દ્વારા પંચમહાલના મુખ્ય શહેર હાલોલમાં નૂતન શિખરબંધી જિનાલયમાં શ્રી સંભવનાથ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૪, મહા સુદ ૧૩ બુધવાર ૧૫/૨/૧૯૮૪ના રોજ ઉત્સાહપૂર્વક કરાવેલ છે. ”
૧૧ પગથિયાં ચઢીને રંગમંડપમાં પ્રવેશ થાય છે. અન્ય બે બાજુ પણ એક-એક પ્રવેશદ્વાર છે. રંગમંડપનો ઘુમ્મટ કમલપત્રાકાર છે. અહીં ગોખમાં આચાર્ય શ્રી જિનકુશલસૂરિ મ. સા. ની પ્રતિમા તેમજ તેની સામેની બાજુમાં આચાર્ય શ્રી જિનદત્તસૂરિ મ. સા.નાં પગલાં બિરાજમાન છે. વળી ગર્ભદ્વાર પાસેના બે બાજુનાં ગોખમાં શ્રી મહાવીરસ્વામી તેમજ શ્રી ગૌતમસ્વામીની પ્રતિમા બિરાજમાન છે. રંગમંડપમાં શ્રી શત્રુંજય તીર્થ, શ્રી સમેતશિખર તીર્થ અને શ્રી જલમંદિર પાવાપુરીના પટ છે.
એક ગર્ભદ્વારવાળા ગભારા મધ્યે મૂળનાયક શ્રી સંભવનાથ ભગવાનની ૨૫" ની પ્રતિમા તેમજ સામ-સામે બે ગોખમાં પ્રતિમા બિરાજમાન છે. દેરાસરમાં કુલ ૬ પાષાણ પ્રતિમાઓ તેમજ ૪ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબનો લેખ છે.
શ્રી સંભવનાથ જિન બિંબ પાલણપુર વાસી વિશા ઓસવાલ જ્ઞાતીય ભણસાલી રતીભાઈ સૂત બાબુભાઈ શ્રાદ્ધન પત્ની પ્રભાવતીબેન યુનેન આત્મ શ્રેયસે હાલોલ ગામ નિજ દ્રવ્યન નિરમાપીત શ્રી સંભવનાથ જિન ચૈત્યે સંસ્થાપિતા પંચ શાસનસમ્રાટ તીર્થોદ્ધારક આ. શ્રી નમસૂરી પટ વિજય વિજ્ઞાનસૂરી પવિજયચંદ્રોદયસૂરિ. અશોકચંદ્રસૂરિ, જયચંદ્રસૂરીશ્વરેભ્યો વિક્રમ સં. ૨૦૩૮ વીર સં. ૨૫૦૮ નેમી સં. ૩૩ શ્રાવણ ધવલ પંચમીએ બાબુલનાથ ચોપાટી મંડળ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ચૈત્યે . . . . . . . . . . . . . ”