________________
૨૦૧
વડોદરાનાં જિનાલયો
આશરે ચાર વર્ષ પૂર્વે પૂ. આ. શ્રીમદ્ વિજયઇન્દ્રદિક્ષસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં દેરાસરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જેનો લાભ શ્રી સુનિલભાઈ ડઢા પરિવારે લીધેલ છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ મહા સુદ ૫ છે. તે નિમિત્તે સુનિલભાઈ ડઢા પરિવાર તરફથી ધ્વજારોહણ કરવામાં આવે છે તેમજ સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવે છે.
ગામમાં શ્રી શાંતિનાથ જૈન પાઠશાળા છે. પાઠશાળામાં આશરે ૩૬ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં આશરે ૨૦ જૈન કુટુંબો વસે છે.
(૫) શ્રી શાંતિનાથ જિનાલય
ડમા. તા. જાંબુઘોડા જાંબુઘોડાથી ૧૩ કિ. મી.ના અંતરે આવેલ ડુમા ગામમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનનું શિખરબંધી દેરાસર આવેલું છે.
એક ગર્ભદ્વારવાળા ગભારા મધ્યે મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૨૧" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૬ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
વિ. સં. ૨૦૨૧માં મહા સુદ ૧૦ના રોજ આચાર્ય શ્રી વિજયઇન્દ્રદિન્નસૂરિ મ. સા. ની નિશ્રામાં દેરાસરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પ્રતિષ્ઠાનો લાભ શ્રી વિરેન્દ્રભાઈ ભોગીલાલ પરિવારે લીધેલ. વિ. સં. ૨૦૫૪માં દેરાસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.
દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ વદ ૪ છે જે નિમિત્તે ચઢાવો બોલીને ધ્વજારોહણ કરવામાં આવે છે તેમજ શ્રી શાંતિનાથ જૈન શ્વે. મૂ. પૂ. સંઘ તરફથી સ્વામીવાત્સલ્યનું આયોજન કરવામાં આવે છે.
ગામમાં શ્રાવકો માટે ડુમા જૈન ઉપાશ્રય છે. તેમજ શ્રી શાંતિનાથ જૈન પાઠશાળા છે. પાઠશાળામાં આશરે ૫૫ વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં આશરે ૨૫ થી ૩૦ જૈન કુટુંબો વસે છે. તેમજ ગામમાંથી ૮ મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરેલ છે.