________________
૨૦૦
વડોદરાનાં જિનાલયો
ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં આશરે ૧૫ થી ૨૦ જૈન કુટુંબો વસે છે. તેમજ એક મુમુક્ષુઓએ ગામમાંથી દીક્ષા ગ્રહણ કરેલી છે.
(૩) શ્રી આદિનાથ જિનાલય
ભાણપુરી. તા. જાંબુઘોડા જાંબુઘોડાથી ૩ કિ. મી.ના અંતરે આવેલ ભાણપુરી ગામમાં મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનનું સામરણયુક્ત એક શિખરવાળું અને કુંભારી પત્થરનું બનેલું દેરાસર આવેલ છે.
એક ગર્ભદ્વારવાળા ગભારા મધ્ય મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની ૨૧" ની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ અને ૩ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. દેરાસરમાં અધિષ્ઠાયક દેવદેવીઓની ૪ પ્રતિમા પણ બિરાજમાન છે. તેમજ ગુરુમંદિરમાં શ્રી વલ્લભસૂરિ મ. સા. ની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. તેઓશ્રી અહીં કાળધર્મ પામ્યા હતા અને તેમના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર વિધિ આ ગામમાં જ કરવામાં આવ્યો હતો.
વિ. સં. ૨૦૫૪માં આચાર્ય શ્રી વિજય ઈન્દ્રદિગ્નસૂરિ મ. સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા થયેલ, તેનો લાભ શાહ જીવરાજજી ભૂતાજી પરિવારે લીધો હતો.
દેરાસરની વર્ષગાંઠ તિથિ માગશર સુદ ૧૦ છે. તે નિમિત્તે શ્રી શંકરલાલ જૈન પરિવાર તરફથી ધ્વજારોહણ કરવામાં આવે છે તેમજ સંઘ તરફથી સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામાં આવે છે.
ગામમાં ઉપાશ્રય તેમજ શ્રી આદિનાથ જૈન પાઠશાળા છે. પાઠશાળામાં આશરે ૩૦ વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ મેળવે છે.
ગામમાં હાલ આશરે ૧૫ થી ૨૦ જૈન કુટુંબો વસે છે. તેમજ ગામમાંથી ૫ મુમુક્ષુએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
(૪) શ્રી મહાવીરસ્વામી જિનાલય
ફુલપરી, તા. જાંબુઘોડા જાંબુઘોડાથી ૩ કિ. મી.ના અંતરે આવેલ ફુલપરી ગામમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામીનું શિખરબંધી આરસનું દેરાસર આવેલ છે.
એક ગર્ભદ્વારવાળા ગભારા મધ્ય મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા સહિત ૩ પાષાણ પ્રતિમાઓ તેમજ ૧ ધાતુ પ્રતિમા બિરાજમાન છે.