________________
વડોદરાનાં જિનાલયો
૧૯૫
ગામ – જંબુસર તાલુકો - જંબુસર. ૪૫. શ્રી વાસુપૂજયસ્વામીનું ગૃહ ચૈત્ય (સં. ૨૦૧૦ પૂર્વે ) જંબુસરની શ્રાવક પોળમાં આવેલા શ્રી પદ્મપ્રભુસ્વામીના દેરાસરની સામે ગમતીલાલ નગીનદાસ લગડીવાળાના ઘરમાં આ દેરાસર છે. દેરાસર ધાબાબંધી છે. દેરાસર આરસમઢિત છે. દેરાસરની સ્થિતિ મધ્યમ છે.
મકાનના ત્રીજા માળે આ દેરાસર છે. આરસના નાના ઓટલા પર શ્રી વાસુપૂજયસ્વામીની પંચધાતુની ૨.૫" ની પ્રતિમા બિરાજમાન છે. બાજુમાં સ્ફટિકના શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે.
વર્ષગાંઠના દિવસે ધ્વજારોપણ નથી કરવામાં આવતું અને તે અંગે તેઓને જાણ પણ નથી પરંતુ રૂબરૂ મુલાકાત વખતે કુટુંબના સભ્યોના જણાવ્યાં મુજબ દેરાસર ઘણું પ્રાચીન છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦ જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે થયો છે. અહીં ૧ ધાતુ પ્રતિમા તથા ૧ સ્ફટિક પ્રતિમા હતી. શેઠ નગીનદાસ છોટાલાલ લગડીએ આ દેરાસર બંધાવ્યું હતું અને તેઓ જ તેનો વહીવટ કરતાં હતા. દેરાસરની સ્થિતિ સારી હતી.
જિનાલયનો સમય સં. ૨૦૧૦ પૂર્વેનો છે.
ગામ – જંબુસર તાલુકો - જંબુસર.
૪૯. શ્રી વાસુપૂજ્યસ્વામી જિનાલય (સં. ૧૮૬૨). જંબુસરની પટેલ ખડકીમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીનું મધ્યમ કદનું દેરાસર આવેલું છે. આ દેરાસર શિખરબંધી અને આરસમઢિત છે. દેરાસરની સ્થિતિ સારી છે. આ દેરાસરનો જીર્ણોદ્ધાર થયેલ છે.
આરસના પગથિયાંવાળો ઓટલો છે અને ચારેબાજુ પ્રદક્ષિણાની જગ્યા છે. કાષ્ઠનું પ્રવેશદ્વાર છે.
રંગમંડપમાં ત્રણ બાજુથી ત્રણ પ્રવેશદ્વાર છે. રંગમંડપમાં લાકડાંના તોરણો અને આજુબાજુ પૂતળીઓ છે. વચ્ચે મોટો અને સાદો ગોળ ઘુમ્મટ છે. ચારેબાજુ ગોળાકારમાં સુંદર નકશીકામ છે. એક ગોખલામાં યક્ષની મૂર્તિ બિરાજમાન છે.
ગર્ભદ્વાર એક છે. ગર્ભદ્વાર પહેલાં લાકડાની જાળી છે. મૂળનાયક શ્રી વાસુપૂજયસ્વામીની ૨૧" ની પાષાણ પ્રતિમા બિરાજમાન છે. ગભારામાં કુલ ૬ પાષાણ પ્રતિમાઓ તથા ૨ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. એક દેવીની આરસની નાની પ્રતિમા પણ છે. મૂળનાયક ભગવાન શ્રી વાસુપૂજયસ્વામી તથા બાજુમાં શ્રી સુપાર્શ્વનાથ અને શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ઉપર