SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ વડોદરાનાં જિનાલયો “સંવત ૧૮૬૫” વાંચી શકાય છે. જેમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પર “શ્રી વિજયજિનેન્દ્ર.......શ્રી વિજયલક્ષ્મી સૂરિ” આ પ્રમાણેનું ત્રુટક ત્રુટક લખાણ વાંચી શકાય છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૭ છે. આ દિવસે ધ્વજારોપણનો મહોત્સવ થાય છે. તે માટે ચઢાવો બોલાય છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૯ પાષાણ પ્રતિમાઓ તથા ૧૩ ધાતુ પ્રતિમાઓ હતી. સંવત ૧૮૬૨માં આ દેરાસર બંધાવ્યાનો ઉલ્લેખ છે. સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ શિખરબંધી તરીકે થયો છે. ૬ પાષાણ પ્રતિમાઓ તથા ર ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ ડાહ્યાભાઈ ગોરધનદાસ તેનો વહીવટ કરતા હતા. દેરાસરની સ્થિતિ સારી હતી. જિનાલયનો સમય સં. ૧૮૬૨નો છે. ગામ - જંબુસર તાલુકો - જંબુસર. ૪૭. શ્રી વાસુપૂજ્યસ્વામીનું ગૃહ ચૈત્ય (સં. ૨૦૧૦ પૂર્વે ) જંબુસરમાં આવેલ જવાહર બજારની ગોકળલાલની ખડકીમાં. કિરીટભાઈ કસ્તૂરભાઈ શાહનું ઘરદેરાસર આવેલું છે. આ ધાબાબંધી દેરાસર છે. મકાનના ત્રીજા માળે આ દેરાસર છે. દેરાસરમાં એક નાના કબાટમાં ભગવાન બિરાજમાન છે. મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની ૬" ની ધાતુ પ્રતિમા બિરાજમાન છે. કબાટમાં કુલ ૫ ધાતુ પ્રતિમાઓ છે. શ્રી પદ્માવતી દેવીની નાની પ્રતિમા છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ શ્રાવણ વદ ૮ છે. તે નિમિત્તે બપોરે સ્નાત્રપૂજા થાય છે. પ્રભાવના અને લહાણું પણ અપાય છે. કિરીટભાઈના કુટુંબીઓ દ્વારા રૂબરૂ મુલાકાત વખતે જણાવ્યાં મુજબ આ દેરાસરમાં વારંવાર કેસરનાં છાંટણાં થાય છે. ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે થયો છે. અહીં ૫ ધાતુ પ્રતિમાઓ હતી. શેઠ કસ્તૂરભાઈ અમૃતલાલે આ દેરાસર બંધાવ્યું હતું અને તેઓ જ તેનો વહીવટ કરતા હતા. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખનો સંવત ૧૫૨૬ છે. દેરાસરની સ્થિતિ સારી હતી. જિનાલયનો સમય સં. ૨૦૧૦ પૂર્વેનો છે.
SR No.005604
Book TitleVadodarana Jinalyo
Original Sutra AuthorN/A
AuthorParulben H Parikh
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year2007
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy