________________
વડોદરાનાં જિનાલયો
૧૮૯ ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયો છે. ૪૧ પાષાણ પ્રતિમાઓ તથા ૩૪ ધાતુ પ્રતિમાઓ હતી.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયો છે. ૩૦ પાષાણ પ્રતિમાઓ તથા ૨૭ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યું હતું. તેનો વહીવટ શેઠ અંબાલાલ કેશવજી કરતાં હતા. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર સં. ૧૬૫૮નો લેખ છે. દેરાસરની સ્થિતિ સારી હતી.
જિનાલયનો સમય સં. ૧૯૬૩ પૂર્વેનો છે.
ગામ - આમોદ તાલુકો - આમોદ.
૪૦. શ્રી અજિતનાથ જિનાલય (સં. ૧૮૭૭) સુગંધપુરના પ્રાચીન નામથી જાણીતાં હાલના આમોદ ગામમાં આવેલ વાંટા વિસ્તારમાં શ્રી અજિતનાથ ભગવાનનું નૂતન દેરાસર આવેલું છે. આ એક શિખરવાળું આરસમઢિત દેરાસર છે. દેરાસરની સ્થિતિ સારી છે.
દેરાસરને જાળીથી સુરક્ષિત બનાવેલ છે. નાના ઓટલા પર ચઢીને એક મુખ્ય પ્રવેશદ્વાર આવે છે. પ્રવેશદ્વાર પર દ્વારપાળ છે. થાંભલા પર રંગીન ડિઝાઇન છે. પ્રવેશદ્વાર પર શ્રી પાર્શ્વનાથની મંગલમૂર્તિ છે. ડાબી બાજુ બીજું લાકડાનું પ્રવેશદ્વાર છે. દ્વાર પર લક્ષ્મીજી અને હાથી છે.
રંગમંડપ નાનો છે. રંગમંડપમાં બે જાળીવાળી બારી છે. રંગીન થાંભલાં છે. કમાન પર રંગીન ચિત્રો છે. ઘુમ્મટમાં પાંચ કલ્યાણકના ચિત્રો છે. રાસ રમતી પૂતળીઓનું ચિત્ર છે. 1
ત્રણ ગર્ભદ્વાર પૈકી મુખ્ય ગર્ભદ્વારની ઉપરના ભાગમાં મેરૂશિખર પર પ્રભુના
2 જન્માભિષેકનું ચિત્ર છે. ત્રણેય ગર્ભદ્વાર ચાંદીના જાળીવાળા કોતરણીવાળા છે. મૂળનાયક શ્રી અજિતનાથ ભગવાનની ૧૭" ની પાષાણ પ્રતિમા બિરાજમાન છે. મૂળનાયક ભગવાનની એક બાજુ શ્રી પાર્શ્વનાથ ભગવાન, બીજી બાજુ શ્રી કુંથુનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે. બધાં ભગવાનની પાછળ દિવાલ પર કાચકામ કરેલ છે જેમાં ભગવાનનાં નામ કાચથી ઉપસાવેલાં છે. કુલ ૧૦ પાષાણ પ્રતિમાઓ તથા ૭ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખમાં , “સં ૧૮૬૪ વર્ષે વૈશાખ સુદી ૭ આમોદ શ્રીમાળી જ્ઞાતીય. . . . . . . ” વંચાય છે.
દેરાસરના ટ્રસ્ટીના જણાવ્યા મુજબ પ્રતિષ્ઠા ૨૦૦૯ ની માગશર સુદ-૧૧ના રોજ થઈ છે. દર વર્ષે આ દિવસે ચઢાવો બોલીને ધ્વજારોપણ કરવામાં આવે છે.