________________
વડોદરાનાં જિનાલયો
૧૮૭
૨૦૦ થી ૨૫૦ પુસ્તકો છે. એક ભોજનશાળા અને ૧૨ રૂમ ધરાવતી એક ધર્મશાળા પણ છે. દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળાનો સમગ્ર વહીવટ શ્રી દહેજ જે. મૂ. પૂ. જૈન સંઘના હસ્તક છે.
ગામમાં જૈનનાં કુલ ૧૭ કુટુંબ વસે છે. છેલ્લા ૧૦ વર્ષમાં ગામમાંથી ૬ મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૧૯૬૩માં જૈન શ્વેતાંબર ડિરેક્ટરીમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. ૬૪ પાષાણ પ્રતિમાઓ તથા ૧૩ ધાતુ પ્રતિમાઓ હતી. સંવત ૧૮૮૮માં આ જિનાલય બંધાવ્યું હતું.
સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘુમ્મટબંધી તરીકે થયો છે. અહીં ૨૮ પાષાણ પ્રતિમાઓ તથા ૯ ધાતુ પ્રતિમાઓ હતી. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યું. હતું. શેઠ દલીચંદ હરીચંદ તેનો વહીવટ કરતાં હતા. એક ગુરુમૂર્તિ અને એક શેઠ-શેઠાણીની મૂર્તિનો ઉલ્લેખ થયો હતો. દેરાસરની સ્થિતિ સાધારણ હતી.
* જિનાલયનો સમય સં. ૧૮૮૮નો છે.
ગામ - આમોદ તાલુકો - આમોદ.
૩૯. શ્રી અજિતનાથ જિનાલય (સં. ૧૯૬૩ પૂર્વે ) આમોદમાં આવેલ સુથાર ફળિયામાં શ્રી અજિતનાથ ભગવાનનું સુવ્યવસ્થિત દેરાસર આવેલું છે જે ઘુમ્મટબંધી અને આરસમઢિત દેરાસર છે. દેરાસરની સ્થિતિ સારી છે. સંવત ૧૯૮૯માં આ દેરાસરનો જીર્ણોદ્ધાર થયો હતો.
લોખંડના ઝાંપાવાળો નાનો પ્રવેશદ્વાર છે. ઝાંપા ઉપર પૂતળી અને લક્ષ્મીજી બેસાડેલાં છે. ઉત્તર દિશા તરફ પગથિયાં ચઢતાં ઓટલો આવે છે. રંગીન કઠેડા ઉપર જાળી બેસાડેલ છે. જે લીલા-પીળા-વાદળી રંગથી રંગેલી છે. થાંભલાઓ ઉપર રંગીન પરીઓ બેસાડેલી છે. બીજું પ્રવેશદ્વાર ફળિયામાં અંદર આવેલ છે. તે લોખંડની જાળીવાળું છે. ઓટલા ઉપર પ્રવેશદ્વાર છે. ઉપર સુંદર પૂતળીઓ બેસાડેલી છે. દેરાસરમાં જમણી બાજુ દેવકુલિકામાં શ્રી પદ્માવતી દેવીની મૂર્તિ અને ડાબી બાજુ શ્રી માણિભદ્રવીરની મૂર્તિ બિરાજમાન છે. પ્રવેશદ્વારની દિવાલ પર બે મોટા હાથી ચિતરેલા છે. રંગમંડપમાં પ્રવેશવા માટે ત્રણ પ્રવેશદ્વાર ગામના મુખ્ય માર્ગ પર આવેલું છે. તેની દિવાલ પર ગોખલામાં યક્ષ-યક્ષિણીની મૂર્તિ બિરાજમાન છે. પ્રવેશદ્વાર લાકડાના રંગથી સુશોભિત છે.
- રંગમંડપમાં ડાબી બાજુ શ્રી પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે જે શ્યામ રંગના છે અને છત્રીમાં શ્રી કુંથુનાથ ભગવાન પ્રતિષ્ઠિત છે.