________________
૧૮૪
વડોદરાનાં જિનાલયો
ગામ - પહાજ તાલુકો - વાગરા. ૩૬. શ્રી શાંતિનાથ ભગવાનનું ઘરદેરાસર (સં. ૧૯૪૭) વાગરાથી ગંધારના માર્ગે ૬ કિ. મી. દૂર આવેલા પહાજ ગામમાં કાછિયા-પટેલના ફળિયામાં પૂર્વાભિમુખ એવું ધાબાબંધી ઘરદેરાસર આવેલું છે.
મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશતાં જાળીવાળા નાના એક ગર્ભદ્વારવાળા નાના ગભારામાં પત્થરના બનાવેલાં ઓટલા પર આરસનાં પબાસન પર મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ધાતુની પ" ની પ્રતિમા બિરાજમાન છે. કુલ ૩ ધાતુ પ્રતિમાઓ છે. દેરાસરની ઉપર એક મોટો હોલ છે.
માત્ર એક જ જૈન કુટુંબની ૩ વ્યક્તિઓ દેરાસરમાં પ્રભુપૂજાનો લાભ લે છે. દેરાસર અન્ય સ્થળે પધરાવી દેવા વિચારી રહેલ છે.
ઐતિહાસિક સંદર્ભ સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ધાબાબંધી તરીકે થયો છે. અ: ૨ ધાતુની પ્રતિમાઓ હતી. શ્રી સંઘે ૧૯૪૭માં આ દેરાસર બંધાવ્યું હતું. શેઠ જયંતીલાલ છોટાલાલ તેનો વહીવટ કરતાં હતા. દેરાસરની સ્થિતિ સાધારણ હતી.
જિનાલયનો સમય સં. ૧૯૪૭નો છે.
ગામ - કડોદરા તાલુકો - વાગરા.
૩૭. શ્રી મુનિસુવ્રતસ્વામીનું ગૃહ ચૈત્ય વાગરાથી ૨૦ કિ. મી.ના અંતરે આવેલાં માત્ર એક જ જૈન કુટુંબની વસ્તી ધરાવતા કડોદરા ગામ મધ્યે શ્રી કંચનલાલ મોહનલાલ ભાવસારના ઘરમાં ઉપરના માળે શ્રી મુનિસુવ્રતસ્વામીનું છાપરાબંધી દેરાસર આવેલું છે.
એક નાના ટેબલ પર કાચના કબાટમાં નાની થાળીમાં મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાનની ૨.૫" ની ધાતુ પ્રતિમા બિરાજમાન છે. કુલ ૨ ધાતુ પ્રતિમાઓ અને શ્રી ગૌતમસ્વામીની એક નાની આરસની પ્રતિમા બિરાજમાન છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખ નીચે મુજબ છે.
સં. ૧૭૮૫ વર્ષે વૈ. સુ. ૩ બુધ શ્રીમાલ જ્ઞા. શ્રી વીરાસુત મંગલિક ભા. રાઉં પિતૃમાતૃ શ્રેયો વસંત નરમાલાભ્યાં શ્રી મુનિસુવ્રતસ્વામી જિનબિંબ કારિત આગમ.... શ્રી અમર તિલકસૂરીણામુપદેશેન પ્ર. શ્રી......સૂરિભિ”
આશરે ૭૫ વર્ષની ઉંમર ધરાવતા અને કરિયાણાનો ધંધો કરતાં શ્રી કંચનલાલના એક પુત્રએ દીક્ષા લીધી ત્યારબાદ સદર પ્રતિમાજી દહેજ મુકામેથી અત્રે લાવેલ છે. છેલ્લા ૧૮ વર્ષથી