________________
૧૮૨
વડોદરાનાં જિનાલયો દેરાસરમાં મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામીની ૩" ની ધાતુની પ્રતિમા છે. દેરાસરની સ્થાપના પૂ. આ. શ્રી વિક્રમસૂરીશ્વરજીના ઉપદેશથી ૧૫ વર્ષ પહેલાં ફાગણ સુદ ૬ના દિવસે કરવામાં આવી છે.
આ દેરાસર ઉપરના માળે છે અને નીચે ઉપાશ્રય છે. જિનાલયનો સમય સં. ૨૦૪૫ ની આસપાસનો છે.
ગામ - પાનોલી તાલુકો - હાંસોટ. ૩૪. શ્રી મહાવીરસ્વામીનું ગૃહ ચૈત્ય (સં. ૨૦૪પ આસપાસ) અંકલેશ્વરથી ૧૨ કિ. મી. દૂર પાનોલી ગામમાં આ ઘરદેરાસર આવેલું છે. "
આ દેરાસરમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની ધાતુની પ્રતિમા ૧૧" ની છે. ૧૫ વર્ષ પહેલાં આ દેરાસરની સ્થાપના થઈ છે. સાથે સાથે ધર્મવિહાર જૈન ઉપાશ્રય બંધાવેલ છે. વિહારના આઠ મહિના દરમ્યાન સાધુ-સાધ્વીની અવરજવર રહેતી હોવાથી ભગવાન અત્રે પરોણાં રાખવામાં આવે છે અને ચોમાસામાં ચાર મહિના કોસંબા કે અંકલેશ્વરમાં ભગવાન પધરાવવામાં આવે છે. અહીં શ્રીમતી નંદીબહેન ઝવેરચંદ અમીચંદ જૈન સેનેટોરિયમ છે. દેરાસરના માલિક શ્રી કાંતિભાઈ ૧૪૪૭, માળી ફળિયા, ગોપીપુરા, સુરત ખાતે રહે છે. દેરાસરનો વહીવટ શ્રી પાનોલી જૈન શ્વે. મૂ. પૂ. સંઘ હસ્તક છે. '
જિનાલયનો સમય સં. ૨૦૪૫ ની આસપાસનો છે.
ગામ - વાગરા તાલુકો - વાગરા.
૩૫. શ્રી સંભવનાથ જિનાલય (સં. ૧૯૯૯) વાગરા ગામમાં મામલતદાર ક્વાર્ટર્સની સામે શ્રી સંભવનાથ ભગવાનનું નૂતન દેરાસર આવેલું છે. આ એક શિખરબંધી અને આરસમઢિત દેરાસર છે. દેરાસરની સ્થિતિ સારી છે. પહેલાં આ ઘરદેરાસર હતું જે વિ. સં. ૨૦૫૧ના પોષ વદ - ૬ ને રવિવારે શ્રી હેમચંદ્રસૂરિ મ. સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા કરી સુંદર જિનાલય બનાવ્યું.
જાળીવાળા ઝાંપામાંથી પ્રવેશતાં વચ્ચે આરસના ફરસવાળો સુંદર પટો છે તથા આજુબાજુ અને પાછળ પણ ઝાડપાન અને ફૂલો ઉગાડેલ છે તથા પગથિયાંની બે બાજુ બે નાના આરસના કીર્તિસ્તંભો બનાવેલ છે જેની પર દેરાસરની પ્રતિષ્ઠાના મુખ્ય આદેશો લેનારનાં નામની યાદી લખેલ છે.
એક પગથિયું ચઢીને પ્રવેશચોકી આવે છે. મુખ્ય પ્રવેશદ્વારની બારસાખ આરસની