________________
વડોદરાનાં જિનાલયો
૧૮૧ છે જેમની પ્રતિષ્ઠા સંવત ૨૦૫૫ વૈશાખ સુદ ૧૩ના દિવસે થયેલી છે. રંગમંડપ ૧૬ સ્તંભ ઉપર બંધાયેલા લાંબા હોલ ટાઈપનો છે. રંગમંડપના ઘુમ્મટના ભાગમાં સ્તંભ ઉપર નૃત્યાંગનાઓ નૃત્ય કરતી કે વાજિંત્ર વગાડતી એવી વિવિધ મુદ્રાઓમાં અંક્તિ થયેલી છે. રંગમંડપની ડાબી બાજુ શ્રી શત્રુંજય તથા શ્રી પાવાપુરી તીર્થના પટ છે.
દેરાસરના મૂળનાયક શ્રી શ્રેયાંસનાથ ભગવાનની પરિકરયુક્ત શ્વેત આરસની સુંદર ૧૧" ની પ્રતિમા બિરાજમાન છે. ડાબા ગભારે શ્રી કુંથુનાથ ભગવાન, જમણા ગભારે શ્રી સુવિધિનાથ ભગવાનની પ્રતિમા બિરાજે છે. દેરાસરમાં કુલ ૩ પાષાણ પ્રતિમાઓ તથા ૮ ધાતુ પ્રતિમાઓ બિરાજમાન છે. જેમાં ૨ શ્રી સંભવનાથ ભગવાન, ૩ શ્રી શાંતિનાથ ભગવાન, ૧ શ્રી પાર્શ્વનાથ ભગવાન, ૧ શ્રી મહાવીરસ્વામી ભગવાન તથા ૧ ચોવીસીનો સમાવેશ થાય છે. ઈશ્વર યક્ષની એક પ્રતિમા છે. શ્રી શત્રુંજય તીર્થનો કાપડનો પટ છે જે કારતક પૂનમના દિવસે દર્શનાર્થે રખાય છે. આ પટ ત્રણ વર્ષ પહેલાં બનાવેલ છે. તે દિવસે દર્શનાર્થીઓને ભાતુ આપવામાં આવે છે.
મૂળનાયક ભગવાનની પ્રતિમા પર નીચે મુજબ લેખ છે. “વીર સં. ૨૪૯૬ વૈ. સુદ ૭ અમલનેર”
આ દેરાસરની પૂ. આ. શ્રી જયંતશેખર વિજયજી મ. સા. ની નિશ્રામાં પ્રતિષ્ઠા થઈ છે અને પૂ. આ. શ્રી નરદેવસાગરજી મ. સા. ની નિશ્રામાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. દેરાસરનો વહીવટ શ્રી જે. મૂ. પૂ. જૈન સંઘ, નેત્રંગના ટ્રસ્ટી શ્રી હસમુખલાલ મૂળજીભાઈ શાહ, સુરેશચંદ્ર ચંદુલાલ શાહ હસ્તક છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ વૈશાખ સુદ ૧૨ છે. તે નિમિત્તે હસમુખલાલ મૂળજીભાઈ શાહના કુટુંબ દ્વારા પરંપરાગત ધ્વજારોપણ કરવામાં આવે છે. તે દિવસે જમણવાર થાય છે અને લહાણું કરવામાં આવે છે.
દેરાસરના ચોગાનમાં જ દેરાસરની બાજુમાં ભાઈઓનો એક માળનો ૨૫ વર્ષ જુનો અને બહેનોનો ૧૯૯૦માં સ્થપાયેલો બે માળનો ઉપાશ્રય છે. આંબિલ શાળાનું મકાન પણ ચોગાનમાં છે. નવપદજીની ઓળીમાં ૧૫ થી ૨૫ જેટલી વ્યક્તિ આંબિલનો લાભ લે છે. વર્ષ દરમિયાન ૨૨૫ જેટલાં આંબિલ થાય છે. હાલ ગામમાં ૪૨ કુટુંબો વસે છે.
બહેનોના ઉપાશ્રયમાં “યશોદેવસૂરીશ્વરજી જૈન પાઠશાળા” ચાલે છે જેની સંવત ૨૦૫૧માં સ્થાપના થયેલી છે.
ગામ - મેરા તાલુકો - વાલીયા. ૩૩. શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ગૃહ મૈત્ય (સં. ૨૦૪૫ આસપાસ) વાલીયા તાલુકાના મેરા ગામમાં આ ઘરદેરાસર આવેલું છે. મેરા જૈન સંઘ વતી શ્રી મહેશકુમાર શશીકાંત શાહ આ દેરાસરનો વહીવટ કરે છે.