________________
વડોદરાનાં જિનાલયો
૧૭૭
ઉપાશ્રયમાં પ્રવેશતાં નીચે પ્રથમ જાળીમાંથી દાખલ થતાં ઉપાશ્રયના બે રૂમ મોટા હોલ જેવા બનાવ્યા છે. ત્યાંથી પાછળના ભાગે પૂ. સાધુ-સાધ્વી મ. સા. ની વૈયાવચ્ચ માટે રસોડું બનાવ્યું છે. તેની પાછળ પૂજારીની રૂમ એના પછી વાડો બનાવ્યો છે.
હવે પાછા ફરતાં કંપાઉન્ડમાં જમણા હાથે દેરાસર જવા માટે ૨૦ પગથિયાંનો દાદર છે. દેરાસરમાં પ્રવેશતાં ડાબા હાથે સ્ટીલની સુંદર પાઈપનો બનાવેલો કઠેડો છે. પ્રવેશદ્વારની ડાબી બાજુ કેસર-સુખડ માટે ઊંચું પ્લેટફોર્મ બનાવેલું છે. પ્રવેશદ્વારની બંને બાજુ પિત્તળના ગોળ પાઈપના સળિયાવાળી બે જાળી છે. પ્રવેશ કરતાં સુંદર રંગીન કમાનવાળું ગર્ભદ્વાર દષ્ટિમાન થાય છે. દ્વારની બારસાખના ભાગમાં ધર્મચક્ર, આજુબાજુ બે હરણનાં શિલ્પ દેખાય છે.
ગર્ભગૃહમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની ૧૧" ની આરસ પ્રતિમા બિરાજમાન છે. ડાબી બાજુ શ્રી આદિનાથ ભગવાનની ૭" ની પંચધાતુની પ્રતિમા જમણી બાજુ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પંચધાતુની પંચતીર્થી ૩" ની પ્રતિમા બિરાજમાન છે. ત્રણેય પ્રતિમા કમળના આસન ઉપર બિરાજમાન છે. ભગવાનના પરિકરની રચના સુંદર રંગકામવાળી છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રાચીન છે. દેરાસરની વર્ષગાંઠ તિથિ ફાગણ સુદ ૭ છે. દેરાસરનો વહીવટ શ્રી લીમેટ જૈન શ્વે. મૂ. સંઘ વતી ચંપકલાલ ગુલાબચંદ શાહ હસ્તક છે. * ગામમાં ૪ જૈન કુટુંબો વસે છે. આ દેરાસર અને ઉપાશ્રયના બંધાવનાર પૂના નિવાસી શાહ મનહરલાલ ગુલાબચંદ છે જેઓ ટ્રસ્ટી તરીકે પણ કામ કરે છે. અન્ય ટ્રસ્ટીઓ વડોદરા નિવાસી શ્રી ભૂપેન્દ્ર અંબાલાલ, લીમેટ નિવાસી જિતેન્દ્ર દીપચંદ શાહ, સુરત નિવાસી શ્રી નટવરલાલ ખીમચંદ શાહ છે.
ઐતિહાસિક સંદર્ભ - સં. ૨૦૧૦માં જૈન તીર્થ સર્વસંગ્રહમાં આ જિનાલયનો ઉલ્લેખ ઘરદેરાસર તરીકે થયો છે. મૂળનાયક ભગવાન તરીકે ધાતુનાં એક જ પ્રતિમા શ્રી પાર્શ્વનાથ હતા. ૧૯૯૩માં શેઠ ગોવિંદજી ચેનાજીએ આ દેરાસર બંધાવ્યું હતું. વહીવટ તેઓ જ કરતા હતા. મૂળનાયક ભગવાનની પ્રતિમા પર લેખની સંવત ૧૩૪૬ હતો. દેરાસરની સ્થિતિ સારી હતી.
જિનાલયનો સમય સં. ૧૯૯૩નો છે.
ગામ - રાજપારડી તાલુકો - ઝગડિયા. ૨૭. શ્રી શાંતિનાથ ભગવાનનું ગૃહ ચૈત્ય (સં. ૧૭૪૪) ભરૂચ જિલ્લાના ઝગડિયા તાલુકાથી ૧૦ કિ. મી.ના અંતરે આવેલ રાજપારડી ગામમાં સ્ટેશનની બાજુમાં આ ઘરદેરાસર આવેલું છે. આ દેરાસરમાં ટાઈલ્સ ચોંટાડેલી છે. નીચે ટ્રાન્સપોર્ટની ઑફિસ છે. ઉપરના માળે ધાબાવાળું આ ઘરદેરાસર છે. નીચેથી લોખંડની મોટી સીડી ચઢતાં દેરાસરના લાંબા રંગમંડપમાં પ્રવેશાય છે. ગભારો નાનો પણ પ્રદક્ષિણા કરી શકાય